તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:ગરમી વધી, 6 દિવસ પછી તાપમાન 34 ડિગ્રીને પાર થયું

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પવનોનું જોર ઘટતાં તાપમાન દોઢ ડિગ્રી વધ્યું

શહેરમાં 6 દિવસ પછી ગરમીનો પારો 34 ડિગ્રીને પાર થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી દરિયાઇ ભેજ્યુકત પવનોનું જોર વધુ હોવાથી પારો 32થી 33 ડિગ્રી વચ્ચે જ રહેતો હતો. હવે પવનની ગતિ મંદ પડતાં સોમવારે તાપમાનમાં દોઢ ડિગ્રીનો નોંધપાત્ર વધારો થયો હતો.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી અને લઘુત્તમ 24.8 ડિગ્રી હતું. સવારે ભેજનું પ્રમાણ 90 ટકા અને સાંજે 58 ટકા હતું. દક્ષિણ પશ્ચિમ દિશાથી 8 કિ.મીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી દરિયાઇ પવનોની પેટર્નથી તાપમાન 32થી 33 ડિગ્રી વચ્ચે રહેતા ગરમીથી શહેરીજનો રાહત અનુભવી રહ્યા હતા.

હવે ઉત્તરીય ગરમ પવનોની ઝડપ વધશે. જેથી આગામી દિવસમાં ગરમીનો પારો વધશે. આ અઠવાડિયામાં 40 ડિગ્રી જેટલી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો