મોસમનો યુ-ટર્ન:શહેરમાં ગરમી એક ડિગ્રી વધી, કામરેજ, બારડોલીમાં માવઠું, કીમમાં વીજ‌ળી પડી

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વીજળીનો ચમકારો કીમમાં દિવસે ઝાપટાંની સાથે વીજળી પડી હતી - Divya Bhaskar
વીજળીનો ચમકારો કીમમાં દિવસે ઝાપટાંની સાથે વીજળી પડી હતી
  • હજુ 21મી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, માવઠાની વકી
  • મહત્તમ તાપમાન 33 ડિગ્રીથી વધી 34.2 થયું, દિવસભર બફારો

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ સુરત જિલ્લામાં 2 કલાકમાં બારડોલી તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થયો હતો.

અરબી સમુદ્રમાં બનેલા લો પ્રેશરની અસર સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વર્તાઈ છે. સવારથી વાતાવરણમાં પલટો આવતા આકાશ વાદળથી છવાય ગયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, બપોરે સુરત જિલ્લાના કેટલાક તાલુકામાં વરસાદ પડ્યો હતો. બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન બારડોલી તાલુકામાં 27 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે કામરેજ તાલુકામાં 3 મીમી, મહુવા તાલુકામાં 3 મીમી અને માંગરોલ તાલુકામાં 9 મીમી વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. વાદળછાયા વાતાવરણના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો.

શહેરમાં 6 કિમીની ઝડપે પવન ફૂંકાયો, ભેજનું પ્રમાણ 71 ટકા નોંધાયું
બુધવારની સરખામણીમાં ગુરૂવારે શહેરના મહત્તમ તાપમાનમાં 1 ડીગ્રી જેટલો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું તાપમાન વધીને 71 ટકા જેટલુ પહોંચી ગયું હતું. ઉત્તર પુર્વ દિશામાંથી 6 કિમીની ઝડપે પવન ફુકાયો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે છુટાછવાયો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...