ખોવાયેલ છે:‘આરોગ્ય મંત્રી ખોવાયા છે...જે કોઈ ને મળે સિવિલ હોસ્પિ. પહોંચાડવા વિનંતી’

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોગ્યમંત્રી ખોવાયા છે એવા પોસ્ટર સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રીતિ કાપડીયા જે બિલ્ડીંગમાં બેસે છે ત્યાં પણ લગાવાયા છે. શહેરમાં કુલ 20 સ્થળો પર આ બેનરો લગાડવામાં આવ્યાં છે. - Divya Bhaskar
આરોગ્યમંત્રી ખોવાયા છે એવા પોસ્ટર સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રીતિ કાપડીયા જે બિલ્ડીંગમાં બેસે છે ત્યાં પણ લગાવાયા છે. શહેરમાં કુલ 20 સ્થળો પર આ બેનરો લગાડવામાં આવ્યાં છે.
  • શહેરમાં કોરોનાના કેસો વધતા રાજકારણ ગરમાયું

શહેરના વરાછા, કાપોદ્રા, કઠોદરા, કામરેજ રોડ, ઉધના સુધી ઠેર ઠેર ‘આરોગ્ય મંત્રી ખોવાયા છે..જે કોઈને મળે સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી..’ જેવા લખાણ લખેલા મંત્રીના ફોટા સાથેના બેનરો આમ આદમી પાર્ટીએ લગાડતાં કોરોનામાં રાજકારણ ગરમાયું છે. આપના પાર્ટી પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે, કોરોના કેસો વધી રહ્યાં છે ત્યાં રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, સાંસદ અને ધારાસભ્યો ભૂગર્ભમાં ઉતર્યા છે. સિવિલ- સ્મીમેરમાં ગંભીર બેદરકારી બહાર આવી રહી છે ત્યારે મંત્રીની જવાબદારી બને કે તેઓ બેદરકારીઓને અટકાવી પગલા ભરે.

SMCની ચૂંટણીને લઈ રાજકારણ છે
 મારા પુત્રવધૂ અને પૌત્રને કોરોના થયો છે અને હોમ કોરન્ટાઈન હોય હું ગાંધીનગર જ છું બધા જાણે છે, એક વ્યક્તિને પણ આપ મદદરૂપ થયું હોય તો મને બતાવો,આ ચાર મહિના તેઓ ક્યાં હતાં? પાલિકાની ચૂંટણી આવે છે એટલે હલકી કક્ષાની રાજનીતિ કરવી ઉચિત નથી. ચૂંટણી વખતે આવજોને અને કહેજો કાનાણી ખોવાયા છે તો લોકો જ જવાબ આપશે.>  કિશોર કાનાણી , આરોગ્ય મંત્રી, ગુજરાત

વિવાદનું  કારણ આ રહ્યું 
ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ પાસે ચલાવતી લૂંટને રોકવા મુદ્દે ગુરુવારે આપનું પ્રતિનિધિ મંડળ આવેદન આપવા મંત્રીની ઓફિસ ગયું હતું પણ મંત્રી મળ્યા ન હતા પરંતુ ઘણી આજીજી બાદ કોઈક વ્યકિતએ આવેદનપત્ર પણ સ્વીકારાયું હતું. તેથી આપ દ્વારા મંત્રી ગાયબ હોવાના પોસ્ટરો વિવિધ વિસ્તારોમાં લગાવાતા વિવાદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...