સારી પહેલ:દ. ગુ.ની 20 શાળાએ 20થી 100%થી માંડીને શાળા શરૂ નહીં થાય ત્યાં સુધીની ફી માફ કરી

સુરતએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની શાળાઓનો નિર્ણય

દક્ષિણ ગુજરાતની 20 શાળાએ 20થી 100 ટકા સુધી અને 5 શાળાએ રાબેતા મુજબ શાળા શરૂ નહીં થાય ત્યાં સુધીની ફી માફ કરી વાલીઓને રાહત આપતો નિર્ણય લીધો છે. બીજી બાજુ મોટા ભાગની શાળાઓએ ફી મુદ્દે હજી કોઈ પણ સ્પષ્ટતા કરી નથી. કોરોના મહામારીની સ્થિતિમાં આઠમી જૂનથી ઓનલાઇન શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાની સાથે જ શાળા સંચાલકોએ વાલીઓ પાસેથી ફી માંગી હતી.

જેને કારણે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે રોજેરોજનું ઘર્ષણ જોવા મળ્યું હતું. દરમિયાન આર્થિક સંકટ અનુભવતા વાલીઓની સ્થિતિને ધ્યાને રાખીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સંલગ્ન રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની દક્ષિણ ગુજરાતની 20 શાળાએ ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં 15 શાળાઓએ 20થી 100% સુધીની તો 5 શાળાએ શાળા રાબેતા મુજબ શરૂ થાય ત્યાં સુધીની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે.

કઈ શાળાએ કેટલી ફી માફ કરી

 • માધવ વિદ્યાપીઠ,ભરૂચ 100%
 • શ્રી રંગ વિદ્યાલય, નવસારી 100%
 • જ્ઞાનયોગ વિદ્યા સંકુલ, સુરત 25%
 • એલ. ડી. હાઇસ્કૂલ, સુરત 25%
 • લોકભારતી વિદ્યાલય, સુરત 25%
 • લાલ બહાદુર શાસ્ત્રી, સુરત 25%
 • સમર્પણ વિદ્યાલય, ભરૂચ 25%
 • વિધાકુંજ વિદ્યાલય, ભરૂચ 25%
 • કસ્તુરબા વિદ્યાભવન, સુરત 25%
 • એલ.પી. સવાણી, કતારગામ 25%
 • આઇ.પી. સવાણી, સુરત 25%
 • પી.આર. ખાટીવાલા, સુરત 20%
 • સંસ્કાર જીવન પ્રા. શાળા 20%
 • સરસ્વતી વિદ્યાલય, સુરત 20%
 • યોગી પ્રવૃતિ વિદ્યાલય, સુરત 20%

આ સ્કૂલોએ શાળા શરૂ થાય ત્યાં સુધીની ફી માફ કરી

 • ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત
 • નચિકેતા વિદ્યાલય, સુરત
 • ભાવગંગા વિદ્યાલય, સુરત
 • પતંજલિ વિદ્યાલય, સુરત
 • શ્રી રંગ અવધૂત વિદ્યાલય
અન્ય સમાચારો પણ છે...