તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજિસ્ટ્રેશન:GTU ઈનોવેશન સંકુલ દ્વારા 3 કેટેગરીમાં 14 એવોર્ડ અપાશે

સુરત21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરતમાંથી 200 વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(GTU) દ્વારા વિદ્યાર્થીઓને ટેકનીકલ કૌશલ્ય, સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે 14 ફેબ્રુઆરીના રોજ ઈનોવેશન સંકુલ દિવસની ઉજવણી કરાશે. જેમાં ઇનોવેટ ટુ ઇમ્પેક્ટ, આઈ-સ્કેલ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ જેવી 3 કેટેગરીમાં 14 એવોર્ડ અપાશે. આ કાર્યક્રમમાં ઈનોવેશન ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે. ઇનોવેટ ટુ ઇમ્પેક્ટ એવોર્ડ્સની કેટેગરીમાં ઈલેક્ટ્રીકલ, મિકેનિકલ અને મેકાટ્રોનિક્સ અને બાયોમેડિકલ, બાયોટેક્નોલોજી અને ફાર્મસી જેવી 8 શાખાના વિદ્યાર્થીઓને 6 એવોર્ડ અપાશે.

જે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટથી સમાજની સમસ્યાનું નિરાકરણ થતું હશે એવાં વિદ્યાર્થીઓને ઇનોવેટ ટુ ઇમ્પેક્ટ એવોર્ડ અપાશે. કુલ 152 સ્ટાર્ટઅપ અને પ્રોજેક્ટને નોમિનેટ કરવામાં આવ્યા છે. જેમાંથી વિદ્યાર્થીઓની ટેક્નિકલ સ્કીલ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશનની પ્રવૃત્તીને પ્રોત્સાહન આપવા આ ઉજવણી થાય છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ કેટેગરીની પેટા બે કેટેગરી એવી અર્લી સ્ટાર્ટઅપ કેટેગરીમાં 5 અને ગ્રોથ સ્ટેજ સ્ટાર્ટઅપ કેટેગરીમાં એક એવોર્ડ આપીને સન્માનિત કરાશે. સુરતમાંથી આ માટે 200 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુુું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો