જાનહાનિ ટળી:વર-વધુ કારમાંથી ઉતરીને ઘરમાં ગયા ને અચાનક કાર ભડકે બળી

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અડાજણનો પરિવાર કતારગામમાં લગ્ન પ્રસંગ આટોપી ઘરે પહોંચ્યો
  • ફાયર બ્રિગેડ પહોંચે તે પૂર્વે કાર ખાખ, સદ્નસીબે જાનહાનિ ટળી

કતારગામ ખાતે લગ્ન પ્રસંગ આટોપીને અડાજણ પહોંચ્યા બાદ કારમાંથી વર-વધુ ઉતરીને ઘરમાં ગયા બાદ કારમાં આગ ભભૂકી ઉઠી હતી .ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં સંપૂર્ણ કાર બળીને ગઈ હતી. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.અડાજણ રહેતા કુણાલભાઈ બોઘરાના પિતરાઈભાઈના શુક્રવારે કતારગામ ખાતે લગ્ન હતા. કુણાલભાઈની કારમાં તેમના ભાઈ-ભાભી અને વર-વધુ સવાર થઈ અડાજણ રામેશ્વર રો-હાઉસ ખાતે તેમના ઘરે પહોંચ્યા હતા. કુણાલભાઈ પણ અન્ય કારમાં પરિવારના સભ્યો સાથે ઘરે પહોંચ્યા હતા.

વર-વધુ અને પરિવારના અન્ય સભ્યો કારમાંથી ઉતરી ઘરમાં પ્રવેશ્યા બાદ દસ થી પંદર મીનીટ બાદ અચાનક કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં આગ લાગી હોવાની જાણ થતા પરિવાર ા સભ્યો નીચે દોડી ગયા હતા. જોકે ત્યાં સુધીમાં સંપૂર્ણ કાર આગની લપેટમાં આવી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.

પરંતુ ત્યા સુધીમાં સંપૂર્ણ કાર આગની લપેટમા આવી ગઈ હોવાથી ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.અન્ય એક બનાવમાં નાનપુરા સ્નેહમિલન ગાર્ડન પાસેથી પસાર થતી એક મારૂતીવાનમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. કારમાં આગ લાગી હોવાની જાણ થતા કાર ચાલક તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...