તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન:કોરોનાની મહામારીમાં ટ્રાવેલ કરવામાં સૌથી વધુ જોખમ ક્યાં? દેશમાં અમદાવાદ 7 નંબરે, ગુજરાતમાં પહેલા સ્થાને

સુરત3 મહિનો પહેલાલેખક: સુનિલ પાલડિયા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં જોખમ ધરાવતાં શહેરોમાં વડોદરા-2, રાજકોટ-3 અને સુરત-5 નંબરે

દેશમાં કોરોનાની મહામારીની બીજી લહેર ગુજરાતમાં ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે. જોકે હવે ત્રીજી લહેરની પણ શક્યતાઓ સેવવામાં આવી છે. ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન અને રિસર્ચ(પુણે) દ્વારા રિસ્ક ધરાવતાં 446 સિટી સાથે હેઝાર્ડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીમાં ટ્રાવેલ કરવામાં સૌથી વધુ જોખમ ધરાવતાં સિટીઓમાં દિલ્હી એક અને મુંબઈ બીજા સ્થાને છે, જ્યારે અમદાવાદ સાતમા સ્થાને છે. ગુજરાતમાં અમદાવાદ પહેલા સ્થાને છે.

વધુ ટ્રાવેલિંગ થયું હોવાને કારણે મહામારી વધુ ફેલાય છે
IISER દ્વારા તૈયાર કરાયેલા હેઝાર્ડ મેપમાં કોરોના સંક્રમણની પહેલી અને બીજી લહેરને આધારે સર્વે કરવામાં આવે છે, જેમાં કેટલાંક શહેરો, જ્યાંથી સૌથી વધુ ટ્રાવેલિંગ થયું હોવાને કારણે મહામારી વધુ ફેલાઈ ગઈ છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે એક શહેરમાંથી બીજા શહેરમાં વાયરસને ફેલાવવામાં 26 દિવસનો સમય લાગે છે, તેથી કેટલાંક શહેરોમાં ટ્રાવેલિંગ કરવાનું ટાળવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સૌથી વધારે અસરગ્રસ્ત શહેરો પૈકીનાં છે. આ શહેરોમાં જો કોઈ વ્યક્તિ ટ્રાવેલિંગ કરે તો તેના થકી વાયરસ વધુ પ્રમાણમાં ફેલાઈ શકે છે.

હેઝાર્ડ મેપ શું છે?
હેઝાર્ડ મેપ એવો વિસ્તાર શોધે છે, જેમાં મહામારી ફાટી નીકળે અને બીજા સ્થળે ફેલાય શકે છે. મેપ ઈન્ડિયન ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન અને રિસર્ચ(પુણે)એ બનાવ્યો છે, જેમાં રિસ્ક ધરાવતાં 446 શહેર(જેમાં 1 લાખથી વધુની વસતિ હોય)માંથી જાણકારી આપે છે કે ત્યાં ટ્રાવેલ કરવામાં રિસ્ક છે. સર્વેમાં સિટી અને જિલ્લાનું તંત્ર માહિતી આપે છે. હેઝાર્ડ મેપથી ટ્રાન્સપોર્ટેશન રોકવામાં મદદ કરી મહામારીને ફેલાવતા અટકાવી શકાય છે અથવા ફેલાવાની ગતિને ધીમી કરી શકાય છે.

શહેરોમાં કોરોના ગાઇડલાઇન્સના ભંગને કારણે ઇન્ફેક્શન વધવાની શક્યતાઓ વધારે છે.
શહેરોમાં કોરોના ગાઇડલાઇન્સના ભંગને કારણે ઇન્ફેક્શન વધવાની શક્યતાઓ વધારે છે.

હેઝાર્ડ રેન્ક શું છે
હેઝાર્ડ રેન્ક દર્શાવે છે કે કયા સિટીમાં રિસ્ક છે, જ્યાંથી ઈન્ફેક્શન વધી શકે છે. રોગચાળો ફાટી નીકળવાનું લોકેશન હેઝાર્ડ રેન્ક સિટીને દર્શાવે છે. ઓછો રેન્ક(જેમ કે સુરતનો 5 રેન્ક છે તો એ રિસ્ક એરિયા છે. વલસાડનો રેન્ક 70 છે તો ત્યાં રિસ્ક ઓછું છે) હોય એમ વધારે રિસ્ક છે.

ત્રીજી લહેરની શક્યતાને કારણે સાવચેતી રાખવા સરકાર દ્વારા અપીલ કરાઈ રહી છે.
ત્રીજી લહેરની શક્યતાને કારણે સાવચેતી રાખવા સરકાર દ્વારા અપીલ કરાઈ રહી છે.

હેઝાર્ડ મેપની ખાસિયત?
હેઝાર્ડ મેપની એક ખાસિયત એ છે કે કોઈ જગ્યાએ મહામારી ફાટી નીકળી છે તો એની આસપાસના વિસ્તારમાં કેટલા સમયમાં પહોંચે છે એ પણ જણાવે છે, જેમ કે મુંબઈથી મહામારીને અમદાવાદ-સુરત પહોંચતાં 26 દિવસ થાય. આ સાથે ગુજરાતના પણ ઝડપથી ક્યાં ફેલાઈ શકે એને પણ રેન્ક આપવામાં આવ્યા છે, જેમ કે અમદાવાદમાં છે તો પછી વડોદરા, રાજકોટ અને સુરતમાં વધારે અસર કરે. ગાંધીનગરમાં અમદાવાદથી નજીક હોવાથી એને રેન્કમાં 9 નંબર અપાયો છે.

લોકોની અવરજવરને કારણે ઇન્ફેક્શન વધુ વધી શકે છે.
લોકોની અવરજવરને કારણે ઇન્ફેક્શન વધુ વધી શકે છે.

મેપમાં કોવિડના કેસનો સર્વે
હેઝાર્ડ મેપમાં કોવિડના કેસનો સર્વે કરવામાં આવ્યો છે. ત્યાર બાદ એના લોકેશન નક્કી કરે છે. ત્યાર બાદ એમાંથી ટ્રાન્સપોર્ટેશનની માહિતી સાથે એને અટકાવવાની માહિતી આપે છે. એક સર્વે પ્રમાણે આ મેપ ઝડપથી વોર્નિંગ આપતું ટૂલ્સ છે, જેથી કોઈ સિટીમાં ટ્રાવેલ કરતાં પહેલાં ત્યાં રિસ્ક છે કે નહીં એ જાણી શકાય છે.