વડીદીક્ષા:સરેલાવાડી જૈન સંઘમાં સાગર સમુદાયના સિદ્ધિયશાશ્રીજીની વડી દીક્ષા યોજાઈ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરેલાવાડી જૈન સંઘમાં સાગર સમુદાયના સિદ્ધિયશાશ્રીજીની વડીદીક્ષા યોજાઈ હતી જેમાં ગચ્છાધિપતિ આ. દોલતસાગરસૂરિજી, આ. નંદીવર્ધનસાગરસૂરિજી, આ. હેમચંદ્રસાગરસૂરિજી, આ. હર્ષસાગરસૂરિજી તથા મોક્ષરત્નસૂરિજી પધાર્યા હતા. તેમજ વયોવૃદ્ધ કુલરત્નસાગરજી તથા 20 જેટલા સાધુ અને 50 જેટલા સાધ્વીઓએ નિશ્રા પ્રદાન કરી હતી. વડીદીક્ષામાં પાંચ મહાવ્રતો જેમ કે, હિંસાનો ત્યાગ કરવો, જૂઠ્ઠું ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય પાળવું અને કોઈપણ વસ્તુનો સંગ્રહ ન કરવો જેવા મહાવ્રતો આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...