તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Grandfathering Done By The Hospitals In Corona's Time Was Exposed, The Remaining Bills Were Written In The Affidavit, The Death Certificate. Stopped: 7th Municipal Notice

સુરત પાલિકાની કાર્યવાહી:કોરોના કાળમાં હોસ્પિટલોએ કરેલી દાદાગીરી ખુલ્લી પડી, બાકી બિલ પેટે સોગંદનામાં લખાવ્યાં, ડેથ સર્ટિ અટકાવ્યાં: 7ને પાલિકાની નોટિસ

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત નગરપાલિકાની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
સુરત નગરપાલિકાની ફાઈલ તસ્વીર
  • નિયમ મુજબ ખાનગી હોસ્પિટલોએ દર્દીના મૃત્યુની નોંધ પાલિકાના ઓનલાઇન પોર્ટલમાં 21 દિવસમાં કરવાની હોય છે
  • મરણનોંધ ન કરતા મૃતકોના સ્વજનોને 3 મહિને પણ ડેથ સર્ટિ. મળ્યાં નથી, હોસ્પિટલોના રજિસ્ટ્રેશન રદ થઇ શકે

કોરોનાની બીજી લહેરમાં ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી બેફામ રૂપિયા વસૂલી સારવાર આપી રહેલી કેટલીક હોસ્પિટલોએ તો દર્દીઓનાં મૃત્યુ બાદ મોતનો મલાજો પણ જાળવ્યો નહોતો. પરિવારજનોને ડેડબોડી તો સોંપી પણ તેમને ડેથ સર્ટિફિકેટ જ ન મળે તેવી વૃત્તિ રાખી હતી. જેના કારણે શહેરની આવી 7 હોસ્પિટલોને 9 ડેથ સર્ટિ. અટકાવવા બદલ પાલિકાએ નોટિસ ફટકારી છે.

ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓનાં બિલ ભરાયાં બાદ પણ ડેડ બોડી આપવાના ઘણા બનાવ બન્યા હતા. કેટલીક હોસ્પિટલોએ મૃતકના પરિવારજનો પાસે ડેડબોડી આપતા પહેલા સોગંદનામું પણ લખાવ્યું હતું. હોસ્પિટલના બિલો ભરીને પાયમાલ થઈ ગયેલા ઘણા પરિવારોની હાલત એવી છે કે તેઓ બાકી રૂપિયા ભરી શકતા ન હોવાના કારણે તેમને હવે ડેથ સર્ટિફિકેટ મળી શક્યા નથી. આવી ફરિયાદો ઉઠતા હવે પાલિકા હરકતમાં આવી છે. જન્મ અને મરણની નોંધ કરવી ફરજિયાત હોવાથી ડેથ સર્ટિ. અટકાવવા પ્રયાસ કરનારી હોસ્પિટલોનાં રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે. આવા કિસ્સાઓમાં હવે હોસ્પિટલોએ સોગંદનામું કરવું પડશે કે તેમની શરતચૂકથી મરણનોંધ કરવામાં મોડું થયું હતું.

હવે હોસ્પિટલોએ પાલિકા સમક્ષ મરણનોંધ કેમ ન કરી તેનું સોગંદનામું કરવું પડશે, આ 7 હોસ્પિટલોને નોટિસ ફટકારાઈ
1 સુરત હાલાઈ મેમણ જમાત ટ્રસ્ટ કોવિડ કેર સેન્ટર
2 સદવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ
3 જી. બી. વાઘાણી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ
4 ઝૈનબ હોસ્પિટલ
5 ધ્વનિ હોસ્પિટલ
6 અનુભવ હોસ્પિટલ
7 રતનદીપ હોસ્પિટલ એન્ડ મેડિકલ રીસર્ચ સેન્ટર

ડેથ સર્ટિફિકેટ વગર એક પરિવાર વીમો પણ ક્લેઇમ ન કરી શક્યો
કોરોનામાં એક પરિવારના મોભીનું મોત થયું હતું. આ મૃતકનો વીમો પણ હતો પરંતુ હોસ્પિટલે મૃત્યુ નોંધ નહીં કરાવતાં ડેથ સર્ટિફિકેટ પાલિકામાં ઇશ્યુ થયું નહોતું. જેના કારણે પરિવાર વીમા માટે ક્લેઇમ સુદ્ધાં કરી શક્યો ન હતો.

ડેથ સર્ટિ.નો મુદ્દો ઉકેલવા સૂચના અપાઈ
ખાનગી હોસ્પિટલોએ કરેલી ગેરરીતિ સામે પાલિકાએ બનાવેલી કમિટી સમક્ષ પણ ડેથ સર્ટિ. બાબતે ફરિયાદો આવી હતી. સમિતિના સભ્ય વ્રજેશ ઉનડકટે કહ્યું કે, ડેથ સર્ટિ.નો મુદ્દો વહેલો ઉકેલાય તે માટે સૂચના અપાઈ છે.

યોગ્ય કારણ જણાવવા આવી હોસ્પિટલોને નોટિસ અપાઈ છે
જન્મ અને મરણની નોંધણી 21 દિવસમાં કરાવવી ફરજિયાત છે. પાલિકાના ધ્યાન પર આવ્યું હતું કે, કેટલીક હોસ્પિટલોએ દર્દીના મૃત્યુ બાદ કોઈક કારણોસર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, જેના કારણે આવી હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે. જો તેઓ યોગ્ય કારણ ન આપી શકે તો હોસ્પિટલનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે છે. - ડો. આશિષ નાયક, ડેપ્યુટી હેલ્થ કમિશનર, પાલિકા

ડેથ સર્ટિ.ન મળતાં માતાના નામે ઘર ટ્રાન્સફર થતું નથી
પપ્પાની સારવાર માટે કુલ 4.50 લાખ ખર્ચ થયો. પણ બાકી બિલના 2.50 લાખ ભર્યા ન હોવાથી હોસ્પિટલે ડેડ બોડી બીજા દિવસે આપી. સંચાલકોએ કહ્યું કે, ડેથ સર્ટિ. તો નહીં જ મળે. મમ્મીના નામ પર ઘર ટ્રાન્સફર કરવામાં જેની જરૂર છે. - મૃતકની દીકરી

હોસ્પિટલે 52 લાખનું બિલ પકડાવી દીધું
નવસારીના દર્દીનું 22 દિવસ બાદ ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. હોસ્પિટલે 52 લાખનું બિલ બનાવ્યું હતું. પરિવાર દ્વારા 50 ટકા બિલ ચૂકવીને ડેડ બોડી મેળવાઇ હતી. પરંતુ બાકી બિલ હજી સુધી ચૂકવી શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...