તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત સહિત દેશ અને વિદેશમાં જન્માષ્ટમીની ભવ્ય ઉત્સવની તૈયારી

સુરતએક મહિનો પહેલા
58મા વર્ષમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રવેશતાની સાથે જ જન્માષ્ટમીનો ઉત્સવ દેશ અને વિદેશોમાં ઉજવવાનું આયોજન.
  • અયોધ્યા રામ બાદ હવે કૃષ્ણ જન્મભૂમિ મથુરા ખાતે ભવ્ય મંદિર બનાવવાના અભિયાનના સંકેત

જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે હવે સમગ્ર દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવણીની તૈયારી કરવામાં આવી રહી છે. 1964માં વિશ્વ હિંદુ પરિષદની જન્માષ્ટમીના દિવસે સ્થાપના થઇ હતી. વિશ્વ હિન્દુ પરિષદ 57 વર્ષ પૂર્ણ કરીને 58 વર્ષે પ્રવેશી રહી છે, ત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષ્ણ જન્મોત્સવની તૈયારીની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી છે.

કૃષ્ણ જન્મોત્સવ ઉજવણીના કાર્યક્રમો અંગે લોકોને માહિતગાર કરાશે
વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ પ્રાંતમાં 3000 જેટલા કાર્યક્રમો આપવામાં આવશે. સુરત શહેરમાં 300 જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દુર્ગાવાહિની અને માતૃશક્તિ સંગઠન દ્વારા 70 કરતાં વધુ સ્થળ ઉપર કૃષ્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કાર્યક્રમના સ્થળ ઉપર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જઈને અત્યાર સુધી વિશ્વ હિન્દુ પરિષદે કરેલા કાર્ય અંગે તેમજ આવનાર દિવસોમાં કયા પ્રકારનું આયોજન છે તે અંગે લોકોને માહિતગાર કરાવવામાં આવશે.

વિશ્વ હિંદુ પરિષદની સ્થાપનાને 57 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
વિશ્વ હિંદુ પરિષદની સ્થાપનાને 57 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.

કૃષ્ણ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિર બનાવવાને લઈને અભિયાન કરાશે
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ જન્મભૂમિ અભિયાન અને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે મથુરા ખાતે ભવ્ય કૃષ્ણ ભગવાનના મંદિરનું નિર્માણ થાય તે દિશામાં ધીરે ધીરે અભિયાન શરૂ કરવા માટેનો પાયો નખાતો હોય તેવું લાગી રહ્યું છે. મથુરા કૃષ્ણ ભગવાનના જન્મ સ્થળને લઇને પણ કેટલાક વિવાદો ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે. રામ જન્મભૂમિની માફક જ એક જનઆંદોલન કૃષ્ણ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિર બનાવવાને લઇને શરૂ કરવામાં આવશે તે પ્રકારનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદનું દેખાઈ રહ્યું છે.

સંસ્કારોને જાળવી રાખવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે
વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ પ્રાંતના સંયોજક દિનેશ નાવડિયાએ જણાવ્યું કે હિંદુ ધર્મ સંસ્કૃતિ યુવાનોમાં જીવંત રહે તેવા પ્રયાસો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હર હંમેશ કરવામાં આવતા હોય છે. વિશ્વ હિંદુ પરિષદની સ્થાપનાને 57 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. 58 વર્ષમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રવેશતાની સાથે જ જન્માષ્ટમીનો ઉત્સવ દેશ અને વિદેશોમાં ઉજવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિધર્મી તાકાતો સામે પોતાના ધર્મના સંસ્કારોને જાળવી રાખવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે.