રસીકરણ:સરકાર હવે 1 મેથી ખાનગી હોસ્પિટલોને વેક્સિન નહીં આપે

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 એપ્રિલ પહેલા જથ્થો પૂરો કરવા આદેશ
  • 1થી 6 મે વચ્ચે નક્કી કરાયેલા રસી કેન્દ્રો કોવિન પોર્ટલ પર ખુલ્યાં નહીં

1 મેથી 18થી 45 ઉંમરના લોકો માટે વેક્સિનેશનનો પ્રારંભ કરાશે પણ આ પૂર્વે રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોને આદેશ આપ્યો છે કે તેમની પાસે વેક્સિનનો જે જથ્થો પડ્યો હોય તે તમામ 30 એપ્રિલ સુધીમાં વાપરી નાખવો. જો વેક્સિનનો જથ્થો વપરાય નહીં તો તે રાજ્ય સરકારને પાછો આપી દેવો અને તે માટે ચૂકવેલા નાણાં પરત આપવામાં આવશે નહીં. 1 મેથી ખાનગી હોસ્પિટલોને જો લોકોને વેક્સિન આપવી હશે તો તેમણે પોતાની રીતે કંપની પાસેથી સીધો વેક્સિનનો જથ્થો ખરીદીને આપી શકશે અન્યથા વેક્સિન આપી શકશે નહીં.

ડોક્ટરોનું કહેવું છે કે, અમને હાલમાં જે જથ્થો આપ્યો છે તે પૂરો કરવા પ્રયાસ કરી રહ્યાં છે પણ હાલમાં લોકો આવતા નથી ત્યારે વેક્સિનનો જથ્થો 30 એપ્રિલ સુધીમાં અમે પૂરો કેવી રીતે કરી શકીએ અને 1 મેથી જે વેક્સિનેશન શરૂ કરવામાં આવે છે તેમાં પણ ખાનગી હોસ્પિટલોને સાથે રાખીને વેક્સિન આપવા માટે છૂટ આપવી જોઈએ. જો આમ નહીં થાય તો સરકારી કેન્દ્રો પર લોકોની વેક્સિન લેવા માટે પડાપડી થશે અને અમે પણ જે લોકોનું રજીસ્ટ્રેશન કર્યું છે તેમને રસી કેવી રીતે આપી શકીશું તે એક સવાલ છે.

1 મેથી 18થી 44 વર્ષના લોકોનું વેક્સિનેશન શરૂ થશે. તેના માટે એપોઇનમેન્ટ વગર વેક્સિન નહીં લઇ શકાશે. પરંતુ કોવિન પોર્ટલનું સર્વર જ ઠપ્પ થઇ જતાં લોકો પરેશાન થયા હતા. આરોગ્ય સેતુ અને ઉમંગ એપ ઉપર પણ આ સમસ્યાનો જ સામનો કરવો પડ્યો હતો. ઓનલાઇન જ એપોઇનમેન્ટ લેવી ફરજિયાત હોવાથી લોકો સર્વરના ધાંધિયાને કારણે પરેશાન થયા હતા.

બુધવારે સાંજે 4 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતું પણ રજિસ્ટ્રેશન વખતે સર્વર નોટ ફાઉન્ડ, એરર આવતા લોકો પરેશાન થયા હતા. મોડીસાંજે પોર્ટલ ખુલ્યું પરંતુ વેક્સિન સેન્ટરની યાદી જ જોવા મળી ન હતી. અમુક યુઝર્સને રસી સેન્ટર ઉપલબ્ધ નથી એવી માહિતી પણ મળી હતી.

અડાજણમાં રહેતા સ્મિત પટેલે જણાવ્યું કે, કોવિન પોર્ટલમાં સુરત કોર્પોરેશન પસંદ કર્યું તો 1 મેથી 6 મે સુધીની તારીખ સિલેક્ટ કરી તો વેક્સિન સેન્ટર ઉપલબ્ધ નથી તેવું દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે 30 સુધીની તારીખ સિલેક્ટ કરતા 45 વર્ષ ઉપરનાની વેક્સિનેશન સેન્ટરની યાદી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...