પાલિકાનો રાજ્ય સરકારને પત્ર:BU મુદ્દે 349 હોસ્પિટલો સામે પગલાં ભરવા સરકારનું માર્ગદર્શન મંગાયું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના સેન્ટ્રલ ટીડીઓન રાજ્ય સરકારને પત્ર
  • ચાર દિવસ પહેલાં સપ્તાહની મુદત આપી નોટિસ ફટકારાઈ હતી

4 દિવસ પહેલાં જ પાલિકાએ બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમીશન વિનાની 349 હોસ્પિટલોને એક સપ્તાહની મુદ્દત આપી શોકોઝ નોટિસ ફટકારી હતી. કુલ 883 હોસ્પિટલમાંથી 290 હોસ્પિટલે વિકાસ પરવાનગી પણ લીધી ન હોવાનું ધ્યાને આવ્યું હતું. પાલિકા બીયુ વિનાની હોસ્પિટલો સામે કાર્યવાહી કરે તે પૂર્વે સોમવારે સરકારને એક રિપોર્ટ સાથે પત્ર લખ્યો છે. આ ડેટા સરકાર સુપ્રિમ કોર્ટમાં રજૂ કરશે ત્યારે પાલિકાએ નિયમની અવગણના કરનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા ગાઇડલાઇન માંગી છે. કોરોના સેકન્ડ વેવમાં શહેરની વિવિધ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટના ગુજરાતના અન્ય શહેર-જિલ્લામાં પણ સામે આવતા બેદરકારો સામે કાર્યવાહી માટે હાઇકોર્ટમાં રિટ પિટીશન કરાઇ હતી. કોરોનાને ધ્યાને રાખી હાલ પુરતી કાર્યવાહીથી રાહત અપાઇ હતી.

જોકે સુપ્રિમે આ રાહત ફગાવી દેતા નિયમ વિરૂદ્ધની હોસ્પિટલોનો સરવે કરાયો હતો. જેમાં સુરતમાં 883 પૈકી 349 હોસ્પિટલ પાસે બીયુ ન હોવાની સાથે 290 હોસ્પિટલો તો વિકાસ પરવાનગી વગર જ શરૂ કરાઇ હોવાની માહિતી સામે આવી હતી. જેમાં ઝોન અધિકારીઓએ નોટિસ પણ ફટકારી છે ત્યારે પાલિકાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગે હવે આ હોસ્પિટલો સામે કઈ કાર્યવાહી કરવી તેનું માર્ગદર્શન માંગ્યું છે.

ટીડીઓ વિભાગના અધિકારીએ કહ્યું કે, સોમવારે પાલિકાએ સરકારને પત્ર લખી માર્ગદર્શન માંગ્યું છે. સુરતમાં નિયમ વિરૂદ્ધ ની હોસ્પિટલોના ડેટા સરકાર એક સોગંદનામા સાથે સુપ્રિમમાં રજૂ કરશે. તેની સાથે એકશન ટેકન રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...