ખેડૂતોમાં આનંદો:સરકારે શેરડીના ટેકાના ભાવમાં વધારો કર્યો, પ્રતિ ક્વિન્ટલ 15 રૂપિયા વધારી રૂપિયા 305 કર્યો

સુરત4 દિવસ પહેલા
કેબિનેટ કમિટીએ શેરડીના ટેકાના ભાવ જાહેર કરતા ખેડૂતોને આર્થિક લાભ. - Divya Bhaskar
કેબિનેટ કમિટીએ શેરડીના ટેકાના ભાવ જાહેર કરતા ખેડૂતોને આર્થિક લાભ.

દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક પૈકીનો એક શેરડી છે. શેરડીનો પાક ખૂબ જ વિપુલ પ્રમાણમાં થાય છે. તેના કારણે દક્ષિણ ગુજરાતમાં સુગર મિલો પણ ધમધમી રહી છે. સરકાર દ્વારા શેરડીના ટેકાના ભાવની જાહેરાત કરી છે. જેમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા 15નો વધારો કરતા ખેડૂતોને મોટી રાહત થઈ છે.

ખેડૂતોમાં ખુશીની લહેર
શેરડીના પાક ઉભો થતાની સાથે જ ખેડૂતોમાં ચિંતા રહેતી હોય છે કે સરકાર ટેકાનો ભાવ કેટલો જાહેર કરે છે. સુરતના તેમજ દક્ષિણ ગુજરાતના સહકારી માળખામાં ખેતીના પાકની મહત્વતા ખૂબ જ વધુ છે. સરકારે જાહેર કરેલા નવા શેરડીના ટેકાના ભાવ ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2022-23 માટે સરકારે શેરડીના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ 15 રૂપિયા વધારીને 305 રૂપિયા કર્યો છે.

કેબિનેટ કમિટીએ નવા ભાવને મંજૂરી આપતા ખેડૂતોને લાભ
સરકારના આ નિર્ણયથી શેરડીના ખેડૂતો, તેમના આશ્રિતો, ખાંડની મિલો અને તેનાથી સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 5 લાખ શ્રમિકોને ફાયદો થશે.વ ડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ શેરડીનો ટેકાનો ભાવ 305 રૂપિયા કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. જેનાથી ખેડૂતોને મોટી રાહત થશે.

દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક પૈકીનો એક શેરડી.
દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક પૈકીનો એક શેરડી.

એક ક્વિન્ટલ પર રૂ. 142નો લાભ
સહકારી અગ્રણી અને ખેડૂત જયેશ પટેલે જણાવ્યું કે નવા ભાવ પ્રમાણે ગણતરી કરીએ તો સરકારે ખેડૂતોને એક ક્વિન્ટલ શેરડીનો ઉત્પાદન ખર્ચ 162 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂતોને એક ક્વિન્ટલ ઉપ૨ 142 રૂપિયાનો ફાયદો થશે. ખેડૂતોને પડતર કીંમત પર 88 ટકાનો નફો થશે. આમ સરકારે ખેડૂતોને 50 ટકાથી વધુ નફો આપવાનું પોતાનું વચન નિભાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...