તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Government Has Given Only Rs 30,000 For 80,000 Doses, But It Has Locked Up Many Vaccination Centers, Harassing People

રસીકરણ:80 હજાર ડોઝ સામે સરકારે 30 હજાર જ આપતા અનેક રસી સેન્ટર પર તાળાં, લોકોને ધરમધક્કો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મિડલ સ્કૂલ ગોપીપુરા - Divya Bhaskar
મિડલ સ્કૂલ ગોપીપુરા
  • આજે 10 હજાર લોકોને જ વેક્સિન અપાશે

સુરત પાલિકાની રસીના 80 હજાર ડોઝની ડિમાન્ડ વચ્ચે માંડ 20-25 હજારનો જથ્થો જ આવી રહ્યો છે. તેથી રસી સપ્લાય પુરતો ન હોવાથી ઉપલબ્ધ સ્ટોક પ્રમાણે વહેલા તે પહેલાના ધોરણે જ રસી મળી રહી છે. પાલિકાએ 230 સેન્ટરોમાંથી 130 બંધ કરી દીધા છે. સ્થળ પર જ રજિસ્ટ્રેશન અને રસી આપવાની વાતો થાય છે પરંતુ ઘણાં લોકોને રસી વગર જ જતાં રહેવું પડી રહ્યું છે.

ભૈયાનગર, પુણા
ભૈયાનગર, પુણા

શનિવારે માંડ 27,774ને જ રસી મળી શકી હતી તો બાકીનાએ પરત જવાની સ્થિતિ સર્જાઇ હતી. વેક્સિનની માત્રા ઘટી જતા વેક્સિન કેન્દ્રો પર લાઈનો લાગી હતી. ગોપીપુરામાં મિડલ સ્કૂલ બહાર ઉભેલા લોકોને વર્ગ ખંડમાં બેસાડ્યા હતા. પુણામાં ભૈયાનગરમાં સવારથી લાઈનો લાગી પરંતુ સેન્ટર ખુલ્યું ન હતું. - રિતેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...