તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સરકારે 60 કરોડની ગ્રાન્ટ ન આપતા પાલિકાના બિલોના પેમેન્ટ અટક્યાં

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મેની પહેલી તારીખે મળતી ગ્રાન્ટ 14 દિવસ પછી પણ મળી નથી

રાજ્ય સરકાર દ્વારા સુરત પાલિકાને જકાતની અવેજમાં દર મહિનાની પહેલી-બીજી તારીખે આપવામાં આવતી 60.25 કરોડની ગ્રાન્ટ રિલિઝ નહીં કરાતા પાલિકાના ઘણા પેમેન્ટો અટવાયા છે. 6600 કરોડનું મહાકાય બજેટ ધરાવતી સુરત મહાનગર પાલિકાની હાલ વેરાબીલ સિવાયની કોઈ મોટી આવક નથી. જકાતની આવક બંધ થયા પછી રાજ્ય સરકાર જકાતની અવેજમાં પાલિકાને દર મહિને રૂપિયા 60.25 કરોડની ગ્રાન્ટ આપે છે. જેનાથી પાલિકા દ્વારા કર્મચારીઓના પગાર, પેન્શન, ઇજારદારોના બિલો, મેઇન્ટેનન્સ સહિતના ખર્ચ કરવામાં આવે છે. મે માસની ગ્રાન્ટ નહીં આવે તો આવતા મહિને પાલિકા કર્મીના પગાર-પેન્શનમાં તકલીફ પડી શકે છે.

કોરોનાના ખર્ચા માટે માંગેલા રૂપિયા પણ મળ્યા નથી
ગ્રાન્ટની રકમ હજી સુધી ન અપાતા આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી સુરત પાલિકાને પગાર-પેન્શન, બિલો સહિતના પેમેન્ટો કરવા માટે મુશ્કેલી પડી રહી છે. અગાઉ પણ પાલિકા દ્વારા કોવિડના ખર્ચા માટે રૂપિયા માંગવામાં આવ્યા હતાં. પરંતુ તે પણ મળ્યા નથી. ગ્રાન્ટ સમયસર ન આવે તો 50થી60 કરોડની અલગથી રાખેલી બચતમાંથી ખર્ચા સરભર કરી લે છે. દર મહિને 150 કરોડ રૂપિયા માત્ર પગાર-પેન્શનમાં જાય છે. પગાર વેરાબીલની આવકમાંથી નિકળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...