ખુશીનો માહોલ:સુરતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અને આચાર્ય સંઘની પડતર માગણીઓ સરકારે સ્વીકારતાં ઢોલ-નગારા તાલે ગરબા કરી ઉજવણી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઢોલ-નગારા તાલે ગરબા કરી ખુશી વ્યક્ત. - Divya Bhaskar
ઢોલ-નગારા તાલે ગરબા કરી ખુશી વ્યક્ત.
  • એકબીજાનું મીઠાઈ વડે મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી

ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને આચાર્ય સંઘની લાંબા સમયથી ચાલી આવેલી પડતર માંગણીઓ પૈકી આઠ માગણીઓ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવતા શિક્ષકો અને આચાર્યોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જેના પગલે અઠવાલાઇન્સ સ્થિત સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને આચાર્ય સંઘ દ્વારા ઢોલ નગારાના તાલે ગરબા કરી એકબીજાનું મીઠાઈ વડે મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

પાટીલને રૂબરૂ મળી રજૂઆત કરી હતી
સુરત જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને આચાર્ય સંઘની છેલ્લા લાંબા સમયથી પડતર 8 પ્રશ્નો અંગેની માંગણીઓ ચાલી રહી હતી. અનેકવાર આ મામલે લેખિતમાં રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. આ વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને વન ડે-વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ હેઠળ સુરત જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને આચાર્ય સંઘના આગેવાનો દ્વારા રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી.

કંઈ માગણીઓ સ્વીકારવામાં આવી?
અનિશા મહિડા આચાર્ય સંઘ-સુરત જિલ્લા પ્રમુખ જણાવ્યું કે જે રજૂઆતના અંતે રાજ્ય સરકાર દ્વારા સમસ્યાઓનો સુખદ ઉકેલ લાવવામાં આવ્યો છે. જેમાં બિન શૈક્ષણિક સંઘના ક્લાર્ક અને પટાવાળાની ભરતી, શિક્ષકોની સળંગ નોકરી, શાળામાં બે વર્ગમાં આચાર્ય અને ત્રણ શિક્ષકો સહિત વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકાર દ્વારા માંગણી સ્વીકારી લેવામાં આવી છે.

ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને આચાર્ય સંઘ દ્વારા ઢોલ નગારા સાથે ઉજવણી.
ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને આચાર્ય સંઘ દ્વારા ઢોલ નગારા સાથે ઉજવણી.

કલેક્ટર કચેરીના પરિસરમાં ગરબા લીધા
રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવા અઠવાલાઇન્સ સ્થિત સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને આચાર્ય સંઘ દ્વારા ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. બંને સંઘના આગેવાનોએ મીઠાઈ વડે એકબીજાનું મોઢું મીઠું કરાવી સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. એટલું જ નહીં પોતાની લાંબા સમયથી ચાલી આવેલી પડતર માંગણીઓ સ્વીકાર્ય રાખતા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે જ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને આચાર્ય સંઘના મહિલા આગેવાનોએ કલેક્ટર કચેરીના પરિસરમાં ગરબા કરી સરકારના આ નિર્ણયને વધાવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...