ટ્રેનોને અસર:સિગ્નલ ન મળતા ગુડ્સ ટ્રેન સ્ટેશન પર 15 મિનિટ રોકાઈ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અન્ય ટ્રેનોને પણ અસર સર્જાઈ હતી

રેલવે સ્ટેશનના પાર્સલ ઓફિસની પાસે સાંજે 7 વાગ્યાની આસપાસ સિગ્નલ નહીં મળવાને કારણે પોઇન્ટ ફેઇલ થયાની સ્થિતિ સર્જાઇ હતી. એક ગુડ્સ ટ્રેન 15 મિનિટ માટે ફસાઈ હતી જેના કારણે ડાઉન લાઇન ઉપરથી આવતી ટ્રેનોને અસર જોવા મળી હતી. ડાઉન લાઈન પર એક ગુડ્સ ટ્રેન વડોદરા તરફ જઈ રહી હતી, રેલવે સ્ટેશન ક્રોસ કરતા સમયે જ પોઇન્ટ ફેઇલ થયો હતો અને ગુડ્સ ટ્રેનના પાયલોટને કોઇ સિગ્નલ મળ્યો ન હતો. જેના કારણે ટ્રેન 15 મિનિટ સુધી ફસાઇ હતી, બીજી તરફ ગુડ્સ ટ્રેન પાટા ઉપરથી ઉતરી ગઇ હોવાની અફવાએ જોર પકડ્યું હતું. આ મામલે રેલવે વિભાગના સ્ટેશન મેનેજર ખટીકને પુછવામાં આવતા તેઓએ આવી કોઇ ઘટના બની ન હોવાનું કહ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, પોઇન્ટ ફેઇલ થવાની સમસ્યા થઇ હતી, 10 થી 15 મિનિટ બાદ ટ્રેન વ્યવહાર ફરી શરૂ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...