• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Glowing Sriji Idols, Which Were Dumped In A Canal In Surat, Were Again Dumped In The Sea By The Cultural Protection Committee.

શ્રીજીની આવી દુર્દશા:સુરતમાં નહેરમાં વિસર્જિત કરવામાં આવેલી રઝળતી શ્રીજી પ્રતિમાઓ, સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ફરી દરિયામાં વિસર્જિત કરાઈ

સુરત18 દિવસ પહેલા
ગણેશ વિસર્જનમાં શ્રીજીની પ્રતિમાઓને નહેરમાં રઝળતી મુકી દેવાઈ હતી.

દર વર્ષે ભગવાન શ્રીજીની સ્થાપના તો ખૂબ જ આસ્થાપૂર્વક કરવામાં આવે છે પરંતુ વિસર્જનને લઈને હંમેશા લોકોની નિષ્ક્રિયતા સામે આવતી હોય છે. ઘણી જગ્યાએ શ્રીજીની પ્રતિમાઓ રઝળતી સ્થિતિમાં જોવા મળી હતી. જેને સાંસ્કૃતિક રક્ષા સમિતિ અને માધવ ગૌશાળાના ગૌસેવકો દ્વારા આજરોજ સુરતની ડીંડોલી, ખરવાસા, ચલથાણ જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી POPની બનેલી ગણેશજીની 2000થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી.

રઝળતી મૂર્તિઓને વિસર્જિત કરાઈ
ઉધના પાંડેસરા વિસ્તારના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. છેલ્લા 6 વર્ષથી આ સંસ્થા દ્વારા શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધવિસર્જિત રઝળતી ગણેશજીની, દશામાની અસંખ્ય POPની પ્રતિમાઓ મૂર્તિઓ કાઢતા આવ્યા છે અને લોકોને POPની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન ચલાવતા આવેલ છે. 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી-દેવતાની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિંદુ ધર્મની લાગણી દુભાવે છે.

બે હજાર જેટલી પ્રતિમાઓનું પુનઃ વિસર્જન કરવામાં આવ્યું.
બે હજાર જેટલી પ્રતિમાઓનું પુનઃ વિસર્જન કરવામાં આવ્યું.

મૂર્તિઓને વિસર્જિત કરવી જરૂરી હતી
આશિષ સૂર્યવંશી જણાવ્યું કે સંસ્કૃતિની રક્ષા માટે અમે કામ કરી રહ્યા છે. પરંતુ દર વખતે પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે કે માત્ર ને માત્ર કુત્રિમ તળાવમાં અને દરિયામાં જ મૂર્તિઓ અને વિસર્જિત કરવાની છે, છતાં પણ લોકો માત્ર સ્થાપના કરવા પૂરતી કરે છે અને ત્યારબાદ નહેર અથવા તો બીજી જગ્યાએ જ્યાં પાણી હોય ત્યાં ખોટી રીતે વિસર્જનની પ્રક્રિયા કરતા હોય છે. આ બાબતે અમે અલગ અલગ સ્વયંસેવકો દર વર્ષે વિસર્જનના બીજા દિવસે શક્ય હોય એટલી મૂર્તિઓ ભેગી કરીને ફરીથી વિસર્જન કરીને ભગવાનની ક્ષમાયાચના કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...