તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા:ગોડાદરામાં પાર્કિંગની અંદર તરછોડી દેવાયેલા નવજાતને યુવતીના ભાઈએ અપનાવ્યો

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પ્રેમસંબંધમાં યુવતી ગર્ભવતી થઇ હતી

એક મહિના પહેલા ગોડાદરામાંથી બિનવારસી મળી આવેલ નવજાત બાળકને જન્મ આપનાર યુવતીના ભાઈએ જ તે બાળકને અપનાવ્યો છે. હજી પણ યુવતી અને તેના પ્રેમીના લગ્ન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 28 ડિસેમ્બરના રોજ ગોડાદરામાં પ્રમુખ ચરણ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું. તપાસમાં ખબર પડી કે તેજ વિસ્તારમાં રહેતી સંગીતા( નામ બદલ્યું છે) ગર્ભવતી હતી અને તેને જ બાળકને જન્મ આપીને ત્યજી દીધો છે. એ નવજાત બાળક મળી આવવાના બનાવમાં પોલીસે યુવતીનો જવાબ લીધો છે. તેના પ્રેમીએ તેની સાથે સંબંધ બાંધતા તે ગર્ભવતી બની હતી.

​​​​​​​તેને બાળકને જન્મ આપીને ત્યાં ત્યજી દીધું હતું. સંગીતા જે એપાર્ટમેન્ટમાં રહે છે તેજ એપાર્ટમેન્ટમાં રહેતા એક યુવક સાથે તેનો પ્રેમ સંબંધ હતો. તેઓ વચ્ચે સંમતિથી શરીર સંબંધ બંધાયો હતો. તેના કારણે તે ગર્ભવતી બની હતી. સંગીતાના માતા-પિતા રાજસ્થાનમાં વતન ખાતે રહેતા હતા. અહીં તેના ભાઈ-ભાભી સાથે રહેતી હતી. બાળકને શરૂમાં કોઈએ નહીં અપનાવતા તેને શિશુગૃહમાં રાખવામાં આવ્યો હતો. સંગીતાના ભાઈને બાળક પ્રત્યે સહાનુભુતિ જણાતા તેને બહેનની સંમતિથી બાળકને અપનાવી લીધું છે. તે માટે સંગીતાએ લખાણ પણ લખી આવ્યું છે. હજી પણ યુવક અને યુવતીના લગ્ન થાય તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો