તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાશનો ભેદ ઉકેલાયો:પ્રેમિકાએ રેપમાં ફસાવવાની ધમકી આપતા પ્રેમીએ જ હત્યા કરી હતી

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • CCTVની મદદથી બિહારના યુવકને ક્રાઇમબ્રાંચે પકડ્યો

અઠવાડિયા પહેલા મહારાષ્ટ્રના નદૂંરબાર જીલ્લાના રેલવે સ્ટેશનની નજીક ઝાડીમાંથી એક યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ક્રાઇમબ્રાંચે આ કેસમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડ્યો છે. પ્રેમિકાએ લગ્ન નહીં કરે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની વાત કરતા યુવકે જાતે જ પ્રેમિકાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. યુવકના લગ્ન થઈ ગયા હતા અને તે બે સંતાનનો પિતા છે. પ્રેમિકાને ખબર ન હતી કે તેના પ્રેમીના લગ્ન થઈ ગયા છે.

યુવક પ્રેમિકાની હત્યા કરવા તેને બિહારથી સુરત લાવી એક દિવસ ઘરમાં રાખી નદૂંરબાર ખાતે ટ્રેનમાં લઈ જઈ રસ્તામાં ટ્રેન ધીમી પડતા બન્ને ઉતરી ગયા હતા. ત્યારબાદ યુવતીને ઝાડીમાં લઈ જઈ યુવકે પ્રેમિકાની હત્યા કરી હતી. યુવતીની ઓળખ ન થાય તે માટે હત્યારાએ ચહેરાની ચામડી ઉતારી નાંખી હતી. ક્રાઇમબ્રાંચે રેલવે સ્ટેશન પર લાગેલા કેમેરાના આધારે કેસ ઉકેલી હત્યારાને પકડી પાડ્યો હતો. મહારાષ્ટ્રના નદૂંરબાર રેલવે સ્ટેશનની નજીક ઝાડીમાં એક યુવતીની હત્યા કરાયેલી લાશ અઠવાડિયા પહેલા મળી હતી. જેમાં નદૂંરબાર સીટી પોલીસે કેમેરાની તપાસ કરતા યુવતી સાથે એક યુવક ટ્રેનમાંથી ઉતરતો હોવાનું સામે આવ્યું હતું. જે ટ્રેનમાં આવ્યા તે ટ્રેન ક્યાંથી આવી તેની તપાસ કરી જેમાં બંને 23મી તારીખે સુરત સ્ટેશનથી ટ્રેનમાં બેઠા હતા.

ક્રાઇમબ્રાંચે ફૂટેજ આધારે હત્યારાને સુરતમાંથી દબોચી લીધો હતો. પકડાયેલા હત્યારાનું નામ વિનય રાય(38)(રહે, કંરજગામ, માંડવી) છે અને તે મૂળ બિહારનો વતની છે. પોલીસે જણાવ્યું કે, વિનય પ્રેમિકા સીતા ભગત(23)ને બિહારથી 18મી તારીખે લઈને આવ્યો હતો. 23મી તારીખે સુરત આવી પોતાના ઘરે રાખી બાદમાં નદૂંરબાર ટ્રેનમાં લઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...