• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Girl Will Stay With Her Father For Two Days In Diwali, The Court Ordered, Now The Mother Will Take The Girl To The Women's Police Station, From Where The Father Will Take Her With Him.

છુટાછેડાનો કેસ:દિવાળીમાં બે દિવસ બાળકી પિતા સાથે રહેશે, કોર્ટે આદેશ કરતાં હવે માતા બાળકીને મહિલા પોલીસ મથકે મૂકી જશે, ત્યાંથી પિતા પોતાની સાથે લઇ જશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઘર કંકાસના લીધે છુટા થયેલાં પતિ-પત્નીના કેસમાં દિવાળીના દિવસોમાં બાળક બે દિવસ માટે પિતા સાથે રહે એ પ્રકારનો હુકમ કોર્ટ દ્વારા કરાયો છે. કોર્ટે હુકમમાં નોંધ્યુ હતુ કે કુદરતી પિતાને તેના બાળકને મળવાનો કાયદેસરનો અધિકાર છે. અરજદાર પિતા તરફે એડવોકેટ તૃપ્તિ ઠક્કરે દલીલો કરી હતી. કેસની વિગત મુજબ રાકેશ અને અનિતા (નામ બદલ્યુ છે) ના લગ્ન વર્ષ 2014માં થયા હતા.

એક વર્ષ બાદ દંપતિને બાળકી અવતરી હતી. જો કે, બંને વચ્ચે ઝઘડાઓ પણ વધતા અને લગ્નજીવન આગળ ચાલી શકે એમ નહોય સંમતિથી છુટા થયા હતા અને બાળકીનો કબજો માતા પાસે રહે એવો કોર્ટ આદેશ બાદ પિતાને પણ બાળકી સાથે ફોન પર વાત કરવાના અને મળવાના વિઝિટિંગ હક્ક મળ્યા હતા. જો કે બાળકીને મળવા દેવામા ન આવતા પિતાએ કોર્ટમાં અરજી કરી હતી.

માતાએ શરતોનું પાલન ન કર્યું
પિતા પાસે વિઝિટિંગ હક્ક છતાં માતા બાળકીને મળવા દેતી નથી. ફોન પર વાત કરવા, રમાડવા કે ઘરે લઇ જવા દેવાતી નહતી. કોર્ટમાં અરજદાર વતી દલીલ કરાઇ હતી કે અરજદાર કાયદેસરના પિતા હોવાથી દિવાળીની પૂજા કરવા તથા ફરવા લઇ જવા પુત્રીનો વચગાળાનો કબજો લેવા અરજી કરાઇ હતી.

કોર્ટના આદેશ મુજબ દિવાળીમા વચગાળાનો બાળકીનો કબજો તા. 2જી તથા ત્રીજી નવેમ્બરે સવારે નવ ક્લાકેે માતા મહિલા પોલીસ સ્ટેશનમાં અરજદારને બાળકીનો કબજો સોંપશે તથા સાંજે સાત વાગ્યે બાળકી પરત મહિલા પોલીસ સ્ટેશનમાં માતાને કબજો સોંપશે.કોર્ટના આદેશ મુજબ દિવાળીમા વચગાળાનો બાળકીનો કબજો તા. 2જી તથા ત્રીજી નવેમ્બરે સવારે નવ ક્લાકેે માતા મહિલા પોલીસ સ્ટેશનમાં અરજદારને બાળકીનો કબજો સોંપશે તથા સાંજે સાત વાગ્યે બાળકી પરત મહિલા પોલીસ સ્ટેશનમાં માતાને કબજો સોંપશે.

અન્ય સમાચારો પણ છે...