આપઘાત:પોલીસ ભરતી માટે વહેલી સવારે પિતાએ દોડવાની ના પાડતાં યુવતીએ ફાંસો ખાધો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કતારગામની ક્રિષ્નાની એક મહિના પહેલાં સગાઇ થઇ હતી

પોલીસ ભરતી માટે વહેલી સવારે દોડવાની પિતાએ ના પાડતાં કતારગામની યુવતીએ ફાંસો ખાધો હતો. કતારગામ પાર્વતી નગર વિભાગ -2માં રહેતી 25 વર્ષીય ક્રિષ્ના નરેશ તરસરીયાએ પોલીસમાં એલઆરડીની ભરતી માટે ફોર્મ ભર્યું હતું. પ્રેક્ટિસ માટે ક્રિષ્ના રોજ વહેલી સવારે દોડવા જતી હતી.

ક્રિષ્નાના પિતા નરેશભાઈ તેને વહેલી સવારે દોડવા જવાની ના પાડતા તેને માઠું લાગ્યું હતું અને સોમવારે રાત્રે ક્રિશ્નાએ બેડરૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ક્રિષ્નાના પિતા નરેશભાઈ હીરાના કારખાનામાં કામ કરે છે.

​​​​​​​કતારગામ પોલીસની તપાસમાં ક્રિષ્નાને તેના પિતાએ વહેલી સવારે દોડવા જવાની ના પાડતાં તે બાબતે માઠું લાગી આવતા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસમાં ભરતી થવાનું સ્વપ્ન જોઈ રહેલી ક્રિષ્નાની એક મહિના પહેલા જ સગાઈ થઈ હતી. સગાઈ બાદ પણ તેણે પોલીસ ભરતી માટેની તૈયારીઓ ચાલુ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...