તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બચાવ કામગીરી:સુરતના કાપોદ્રા નજીક બ્રિજ પરથી તાપીમાં છલાંગ લગાવે એ અગાઉ યુવતીને લોકોએ બચાવી લીધી

સુરત11 દિવસ પહેલા
બ્રિજની લોખંડની રેલિંગ કુદીને સામી બાજુ જતી રહેલી યુવતીને બચાવી લેવાઈ
  • યુવતીને બચાવી લઈને પોલીસને સોંપવામાં આવી હતી

સુરત કાપોદ્રા તાપી નદીના બ્રિજ પરથી મોતની છલાંગ મારવાનો પ્રયાસ કરતી યુવતીને લોકોએ બચાવી લીધી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. એટલું જ નહીં પણ પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર પર ફોન કરી લોકોએ યુવતીને પોલીસને હવાલે કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે યુવતી આવું પગલું ભરવા કેમ મજબુર થઈ હોવાનું જાણવા મળ્યું નથી.

યુવતી પર ધ્યાન જતા જ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
યુવતી પર ધ્યાન જતા જ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

લોખંડની જાળી કુદી ગઈ હતી
રાહદારીઓએ જણાવ્યું હતું કે, એક યુવતી ભર બપોરે કાપોદ્રા બ્રિજ પર ચઢીને તાપી નદીમાં છલાંગ મારવાનો પ્રયાસ કરી રહી હતી. જેને લઈ લોકો ભેગા થઈ ગયા હતા. તાત્કાલિક લોકોએ બ્રિજ પર લોખંડની ઝાળીમાં તાપી નદી બાજુની સાઇડએ ઉતરી ગયેલી યુવતીને બચાવવા બ્રિજની રેલીગ પર ચઢી ગયા હતા અને હેમખેમ યુવતીને ઉંચકી બચાવવામાં સફળ રહ્યા હતાં. ત્યારબાદ લોકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસ બોલાવી લીધી હતી અને યુવતીનો કબ્જો પોલીસને સોંપી નીકળી ગયા હતાં.

લોકોએ યુવતીને હેમખેમ બચાવી લઈને પોલીસને સોંપી દીધી હતી.
લોકોએ યુવતીને હેમખેમ બચાવી લઈને પોલીસને સોંપી દીધી હતી.

યુવતી ખૂબ રડતી હતી
આ ઘટનાનો આખો વીડિયો બની ગયો હતો. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, યુવતીને કેવી રીતે બચાવી લેવાઈ છે.યુવતી કોણ છે અને ક્યાંથી આવી હતી એ બાબતે કશું પણ જાણવા મળ્યું ન હતું. જોકે આ બાબતે પોલીસે ચોક્કસ કોઈ નિવેદન લઈ એના પરિવારને બોલાવ્યા હશે. જોકે આ પોલીસ તપાસનો વિષય છે. પણ આપઘાતમાંથી ઉગરી આવેલી યુવતી ખૂબ જ રડતી હતી. ચોક્કસ કોઈ ગંભીર વાત હોય શકે એ વાતને નકારી શકાય નહીં તેમ રાહદારીઓએ વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો