તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:કતારગામમાં પડોશીએ જ બાળકી પર બળાત્કાર કર્યો

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાળાની માતા આરોપીને ત્યાં લેસનું કામ કરે છે
  • ભાગી રહ્યો હતો ત્યારે જ પોલીસે ઝડપી પાડ્યો

કતારગામના ગૌતમનગર વિસ્તારમાં 20 વર્ષિય પાડોશી યુવાને 7 વર્ષિય બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો છે. ગુનો કર્યા બાદ ભાગવાની ફિરાકમાં રહેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. કતારગામ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર કતારગામ ઉત્કલનગર તરફ ગૌતમ નગર વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં પતિ- પત્ની ઉપરાંત 7 વર્ષિય બાળકી છે. પતિ શાકભાજી વેચે અને પત્ની ઘર પાસે રહેતા આરોપી શ્રીકાંત પાંડા(20 વર્ષ) ના ઘરે સાડીઓ પર લેસ લગાવવાનું કામ કરવા જાય છે.

તે નિયમિત જતી હતી તેથી શ્રીકાંત તેનો સમય ખબર હતી. ગુરુવારે બાળકીનો પિતા શાકભાજી વેચવા ગયો હતો અને તેની માતા શ્રીકાંતના ઘરે સાડીઓ પર લેસ લગાવવા માટે ગઈ હતી. ત્યારે આરોપી શ્રીકાંત પાંડાએ કોઇક બહાનું કાઢીને બાળકીના ઘરે ગયો હતો. ત્યાં આરોપી શ્રીકાંતે બા્ળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

ત્યાર બાદ તે ફરીથી પોતાના ઘરે ગયો હતો. બાળકીની માતા ઘરે ગઈ ત્યારે બાળકી રડતી હતી. તેની માતાએ પૂછતા તેનીએ તમામ હકીકત જણાવી હતી. સાંજે પતિ ઘરે આવ્યો ત્યારે મહિલાએ બળાત્કારની વાત કરી હતી. રાત્રે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી શ્રીકાંત પાંડે કપડા પેક કરીને ભાગવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ પોલીસે ત્રાટકીને તેને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...