તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બળાત્કાર:બિસ્કિટની લાલચે રેપ કરી બાળકીને માર મરાયો હતો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અડાજણમાં બાળકી પર બળાત્કારનો કેસ

અડાજણના સિક્યુરિટી ગાર્ડે બિસ્કિટની લાલચ આપી રેપ કર્યો હતો. બાદ ચીસો પાડતા માર મારી બેભાન કરી કરી દીધી હતી. અડાજણમાં બાળકીને નરાધમે પહેલા પાણીની ખાલી બોટલ રમવા માટે આપી પછી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લઈ આવ્યો હતો બાદ બિસ્કિટની લાલચ આપી ટેરેસ પર લઈ જઈ રેપ કર્યો હતો. માસુમ બાળકી જોરજોરથી ચીસો પાડતા નરાધમે તેને માર માર્યો હતો. સિક્યુરિટી ગાર્ડના હવસનો શિકાર બનેલી બાળકી અર્ધ બેભાન થઈ જતા ગાર્ડ રૂમમાં મુકી ચાલી ગયો હતો.

બાળકી મળી ન આવતા પરિવારજનોએ શોધખોળ કરી છતાં કોઈ વાવડ ન મળતા પોલીસ દોડી આવી હતી. અડાજણ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ટેરેસ પર પહોંચી હતી. બાળકી લગભગ 4-5 કલાક પછી મળી આવી ત્યારે તેને પ્રાઇવેટ પાર્ટમાંથી બ્લડીંગ થતું હતું. જેથી મેડિકલ પરિક્ષણ માટે નવી સિવિલમાં લઈ જવામાં આવી હતી. બીજી તરફ પોલીસે ગાર્ડને પકડી લીધો હતો. સિક્યુરિટી ગાર્ડનું નામ શિવનારાયણ જયરાજસિંહ(31) છે અને તે મૂળ યુપીનો છે.

અડાજણ પોલીસે મોડીરાતે ફરિયાદ લઈ બળાત્કારનો ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી છે. વધુમાં સિક્યુરિટી ગાર્ડ વર્ષ 2019માં ઉમરા પોલીસની હદમાં એટીએમ ચોરીમાં પકડાયો હતો. અડાજણમાં તે નવી હાઇરાઇઝ બિલ્ડિંગમાં ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. ગુરુવારે તે અન્ય ગાર્ડની બદલીમાં આવ્યો હતો.પાવર સિક્યુરિટી એજન્સીમાં નરાધમ શિવનારાયણનો ઈતિહાસ ગુનાહિત હોવા છતાં સિક્યુરિટી કંપનીએ તેને નોકરી પર રાખ્યો હતો. આથી પોલીસે સિક્યુરિટી એજન્સી ચલાવતા બલવીંન્દરસિંહ સામે આઈપીસી કલમ 188 મુજબનો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...