તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:બોયફ્રેન્ડને દેવુ થતાં યુવતીએ ઘરમાંથી દાગીના ચોરી કર્યા

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમરોલીમાં સાવકી દીકરીનું કારસ્તાન
  • મિત્રે દાગીનામાંથી લોન લઇ બીજા વેચી માર્યા

બોયફ્રેન્ડને 3 લાખનું દેવુ થતાં અમરોલીમાં રહેતી સાવકી દીકરીએ 12 તોલાના સોનાના દાગીનાની 3 મહિના પહેલા ઘરમાંથી ચોરી કરી બોય ફ્રેન્ડને આપ્યાં હતા. બોયફ્રેન્ડે આ દાગીના ફાઇનાન્સમાં મુકી 3.50 લાખની લોન લઇ અને બાકીના દાગીના વેચી માર્યા હતા. પરિવારે ઘરેણાં બાબતે યુવતીને પૂછપરછ કરતાં તેણીએ આ દાગીના બોયફ્રેન્ડને આપ્યાં હોવાની વાત કરી હતી.

આ બાબતે અમરોલી પોલીસમાં ખુદ યુવતીએ અરજી કરી હતી. જેમાં યુવતીએ લખ્યું કે ‘ મે મારા ઘરેથી દાગીના લઈ મારા બોયફ્રેન્ડને આપ્યા છે’ પોલીસે અરજીની તપાસ કરતા બોયફ્રેન્ડે દાગીના મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો. વાયદા મુજબ ન આપતા અમરોલી પોલીસમાં દીકરીના પિતા કમલેશ ચૌહાણે ફરિયાદ કરી હતી.

જેથી પોલીસે સાવકી દીકરી ધુતી દેવજી ઘોળકીયા (આંબેડકરનગર, કોસાડ આવાસ, અમરોલી) અને બોયફ્રેન્ડ વિશાલ જયદીપ બારીયા(રાજપૂત ફળિયા, કોસાડ)સામે ચોરીનો ગુનો નોંધ્યો છે. પોલીસે વિશાલને પકડી અમુક ઘરેણાં કબજે કરી લીધા છે. કોસાડ આંબેડકરનગર સોસાયટીમાં રહેતા કમલેશભાઈ ચૌહાણની બીજી પત્ની સાથે 20 વર્ષીય પુત્રી રહેતી હતી. યુવતીની વિશાલ બારીયા સાથે ગાઢ મિત્રતા હતી. જેના કારણે યુવકે યુવતીને ઘરમાંથી ઘરેણાં લઈ આવવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...