આપઘાતનો પ્રયાસ:ઘેનની દવા પીને યુવતી વેસુ પોલીસ સ્ટેશનમાં પહોંચી

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમી સાથે ઝઘડા બાદ આપઘાતનો પ્રયાસ

રાંદેર રહેતા પ્રેમી સાથે બખેડા બાદ મુંબઈની પ્રેમીકા ઉંઘની ગોળીઓ ગળી પ્રેમી સાથે રાંદેર પોલીસમાં પહોંચતા તેને સિવિલ ખસેડાઈ હતી. જોકે સિવિલમાંથી પરત રાંદેર પોલીસ મથકે પ્રેમી સામે ફરીયાદ નોંધાવવા માટે તે પહોંચી હતી. જોકે તેણે વેસુમાં દવા પીધી હોવાથી રાંદેર પોલીસે તેને વેસુ પોલીસ સ્ટેશન મોકલી આપી હતી.

મૂળ હાંસોટના અને રાંદેર રહેતા મોહમદ યાકુબ સાથે પ્રેમસંબંધ ધરાવતી મુંબઈની રહેવાસી 23 વર્ષીય યુવતીયાકુબ સાથે રાંદેરમાં બુધવારે રાત્રે બખેડો કરતી હતી. જેની જાણ કોઈકે રાંદેર પોલીસને કરતા પોલીસ બન્નેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે ત્યાર બાદ યુવતીએ ઉંઘની ગોળીઓ ગળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતા પોલીસે તેને સિવિલ ખસેડી હતી. જોકે સવારે યુવતી સિવિલમાંથી જતી રહી હતી અને રાંદેર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે યાકુબ તેની સાથે લગ્ન ન કરતો હોવાથી તેની સામે ફરીયાદ નોંધાવવી છે તેવું કહ્યું હતું. યુવતીએ પોતે બુધવારે રાત્રે યાકુબ સાથે વેસુ પાર્થ સેલીબ્રેશનમાં ગઈ હોવાનું અને ત્યાં ઝગડા બાદ હોટેલની બહાર ઉંઘની ગોળીઓ ગળી હોવાનું પણ જણાવ્યું હતું. જેથી રાંદેર પોલીસે તેને વેસુ જઈ ફરીયાદ નોંધાવવા કહ્યું હતું. જોકે હજુ વેસુમાં પણ ફરીયાદ નોંધાઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...