તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી પૂર્ણ:ગર્ડરની કામગીરી પૂરી, અઠવાડિયું બંધ રહેલા રિંગ રોડ ફ્લાયઓવર ફરી શરૂ કરાયો

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સહારા દરવાજાના નવા ફ્લાય ઓવરની કામગીરી 95 ટકા પૂર્ણ

રિંગ રોડ ફલાય ઓવર બ્રિજની ઉપરના ભાગે ગર્ડર મુકવાની કામગીરી રવિવારે પૂર્ણ થતાં બપોર બાદ સ્ટેશન તરફના બંને રેમ્પ પરનો વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો હતો. 21મીએ રાત્રે 10.30થી 29મીએ સવારે 6 કલાક સુધી કામગીરી હાથ ધરવાની હોવાથી ફાલસાવાડી રેલવે સ્ટેશન તરફ જતાં તેમજ આવતાં રેમ્પ બંધ કરાયા હતા. જેથી સહારા દરવાજાના અપ-ડાઉન રેમ્પ જ ખુલ્લા હોવાથી ટ્રાફિક સમસ્યા રહી હતી. છતાં આ કામગીરી મુખ્યત્વે રજાના દિવસોમાં જ કરાઈ હોવાથી મોટી સમસ્યા ઉભી થઈ ન હતી. રવિવારે સ્પાનની કામગીરી પૂર્ણ થતાં બેરિકેટિગ હટાવીને સાંજે વાહન વ્યવહાર ખુલ્લો કરાયો હતો.

વર્ષના અંત સુધીમાં નવો ફ્લાય ઓવર ખુલી શકે
હાલ સહારા દરવાજા ફ્લાય ઓવરની કામગીરી 95 ટકા પૂર્ણ થઈ ગઈ છે. રેલવેના સમયસર બ્લોક સહિતની મંજૂરી મળે તો ડિસેમ્બર સુધીમાં નવો બ્રિજ બની જશે.

અન્ય સમાચારો પણ છે...