તપાસ:હીરાનું નકલી સર્ટી બનાવનાર ‌વિરુદ્ધ GIA કાર્યવાહી કરશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હીરાનું નકલી સર્ટી બનાવનાર હીરા પેઢી સામે હવે જીઆઈએ કાર્યવાહી કરવા માટે પગલા લેશે. સુરતના અમુક હીરા વેપારીઓ દ્વારા હલકી કક્ષાના હીરાનો વધારે ભાવ મેળવવા માટે જીઆઈએ (જેમોલોજીકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ અમેરિકા)નું સર્ટીફિકેટ બનાવીને હીરા વેચવા માટેના પ્રયાસો કર્યા હતાં. ત્યારે હવે હીરા ખરીદદારોમાં જાગ્રૃતિ આવે તે માટે જીઆઈએ દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. અને જો કોઈ હીરા પેઢી દ્વારા જીઆઈએનું નકલી સર્ટીફિકેટ બનાવશે તો તેની સામે કાર્યવાહી કરાશે.

હીરાનું એસેસમેન્ટ કરીને તેને ગુણવત્તાલક્ષી ગ્રેડિંગ સર્ટિફિકેટ આપવા માટે વિશ્વ વિખ્યાત લેબોરેટરી, જીઆઇએ દ્વારા સુરતમાંથી પકડાયેલા બોગસ જીઆઇએ સર્ટિફિકેટ્સની તપાસમાં પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવા ઉપરાંત એવું સ્ટેટમેન્ટ પણ કર્યું છે કે હવે પછી હીરાના બોગસ ગ્રેડિંગ કે જીઆઇએ ઇશ્યુ થઇ ચૂકેલા સર્ટિફિકેટ્સનો ભળતા અને ઉતરતી કક્ષાના ડાયમંડના ગ્રેડિંગમાં ઉપયોગ કરનારાઓ સામે કડક શિક્ષાત્મક પગલાં ભરાય તે માટે જીઆઇએ લેબ પોલીસને પૂરતો સહયોગ પૂરો પાડશે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની વેબસાઇટ પર જીઆઇએ દ્વારા એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુંં છે અને તેમાં સુરતમાં તાજેતરમાં મળેલા બોગસ જીઆઇએ સર્ટિફિકેટ્સનો ઉલ્લેખ સાથે જણાવ્યું કે આ કેસમાં જીઆઇએની ટીમ પાસે સુરત પોલીસે કેટલાક પુરાવાઓ માંગ્યા. જેમાં જીઆઇએની ટીમે સુરત પોલીસને પૂરતો સહકાર આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...