તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:સુરતમાં પાલિકાના બજેટની સામાન્ય સભા ઓનલાઈન રખાતા વિપક્ષનો હોબાળો, પાલિકા કચેરીમાં કાઉન્સિલરોએ રોષ સાથે રામધૂન બોલાવી

સુરતએક મહિનો પહેલા
પાલિકાામં વિરોધ પક્ષના કાઉન્સિલર દ્વારા વિરોધ કરાતાં પોલીસ બોલાવવી પડી હતી.
  • પાલિકાના સુરક્ષાકર્મીઓ દ્વારા વિરોધ કરનારાને બહાર લઈ જવાયા
  • આપના કાઉન્સિલર દ્વારા ત્રણ મુદ્દાઓ પર આક્રોશપૂર્વકનો વિરોધ

સુરત મહાનગર પાલિકાની બજેટની સામાન્ય સભા ઓનલાઇન રાખતા વિપક્ષ આમ આદમી પાર્ટીએ આક્રમક વિરોધ કર્યો છે. અગાઉ જ વિરોધ પક્ષ દ્વારા ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન સભા યોજવા માટે રજૂઆત કરાઈ હતી. જો કે, શાસકો દ્વારા કોરોનાને કારણે ઓફલાઈનની જગ્યાઓ ઓનલાઈન સભા રાખવાના વિરોધમાં મહાનગરપાલિકાની કચેરીમાં વિપક્ષી કોર્પોરેટરોએ હલ્લાબોલ મચાવ્યો હતો.પાલિકામાં વર્ચ્યુઅલ સામાન્ય સભા સહિતના ત્રણ મુદ્દે વિપક્ષે ભારે વિરોધ કરતાં પોલીસે કોર્પોરેટરની અટકાયત કરી ને પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં.

બે કાઉન્સિલરને સારવાર માટે ખસેડાયા
પાલિકામાં હોબાળો કરતા આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના ઉપનેતા ડો.કિશોર રુપારેલીયા અને વોર્વ નંબર 7ના કાઉન્સિલર દિપ્તીબેન સાકરીયાને SMCના માર્શલો અને પોલીસના મારથી ઇજા થઈ હોવાની કતારગામ પોલીસ સ્ટેશનમાં અટકાયત દરમિયાન રજૂઆત કરી હતી. જેથી તેમને બન્નેને કતારગામ પેલીસ સ્ટેશનથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

આપન કાઉન્સિલર દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી.
આપન કાઉન્સિલર દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી.

વિરોધ પક્ષના આક્ષેપ
સંસદ અને ગુજરાત વિધાનસભા ઓફલાઈન ચાલી રહી છે. પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભા અને સંસદમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો ચર્ચા કરી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાની મહત્વની એવી બજેટની સામાન્ય સભા પણ શાસકોએ ઓનલાઇન રાખી છે. જેનો વિપક્ષ દ્વારા આક્રમક વિરોધ કર્યો છે. વિરોધપક્ષના અવાજને દબાવવા માટે ઓનલાઈન સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ વિરોધ પક્ષ દ્વારા કરાયો હતો.

પોલીસ અને પાલિકાની સિક્યુરિટી દ્વારા વિરોધ કરનારને બહાર કઢાયા હતાં.
પોલીસ અને પાલિકાની સિક્યુરિટી દ્વારા વિરોધ કરનારને બહાર કઢાયા હતાં.

રામધૂન બોલાવાઈ
વિરોધ પક્ષ દ્વારા રામધુન ગાઈને શાસકોને સદબુદ્ધિ આપે તે મુજબનો દેખાવો કરવામાં આવ્યા હતાં. મહાનગરપાલિકાની કચેરીમાં તોફાન કરતાં પાલિકાએ પોલીસ બોલાવીવી પડી હતી.સુરક્ષાકર્મીઓ દ્વારા વિરોધ કરી રહેલા આપના કાઉન્સિલરને બહાર લઈ જવામાં આવ્યાં હતાં. બેનર અને કટ આઉટમાં સ્લોગન લખીને આવેલા કાઉન્સિલરોએ પ્રચંડ વિરોધ કર્યો હતો.

સુત્રોચ્ચાર સાથે આપના કાઉન્સિલરોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
સુત્રોચ્ચાર સાથે આપના કાઉન્સિલરોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ગેટ બંધ કરાતા લોકો અટાવાયા
આપના વિરોધના પગલે ગેટ બંધ કરી દેવાયો હતો. જેથી પાલિકામાં કામકાજ અર્થે આવતાં લોકોને અટવાઈ જવું પડ્યું હતું. પાલિકાના ગેટની બહાર જ પોલીસ દ્વારા વાહન ઉભી રાખી દેવામાં આવી હતી. જોકે, આપના કાઉન્સિવરો દ્વારા જણાવાયું હતું કે, લોકોના હિતને ધ્યાનમાં રાખીને તેઓ વિરોધ કરી રહ્યાં છે. ભાજપ દબાવવાના પ્રયાસ કરે છે પરંતુ એમે તેમના દબાણમાં આવીશું નહી.

પાલિકામાં હોબાળો મચી જતાં મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો.
પાલિકામાં હોબાળો મચી જતાં મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો.

જમીન ભાડા પટ્ટાનો વિરોધ
આજની બજેટ સભાના એજન્ડા નં-20 થી સુરત ટેક્સટાઈલ્સ માર્કેટ કો-ઓપ શોપ્સ એન્ડ વેરહાઉસીંગ સોસાયટી લિ. ને કોર્પોરેશન હસ્તકની સોનાની લગડી જેવી કિંમતી જમીન સાવ મામુલી રકમ રૂપિયા 2.10/- પ્રતિ ચો.મી જેવા ભાવે 99 વર્ષના ભાડા પટ્ટે આપીને મહાનગરપાલિકાની તિજોરીને લૂંટવાનું કામ કર્યું છે. સરકારી જંત્રીના ભાવ સતત વધતા રહેતા હોય છે એવા સમયે સરકારી જમીનને મામુલી રકમમાં અને એ પણ લાંબા ગાળા માટે ભાડે આપીને પાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવાનું કામ કર્યું હોવાનું વિપક્ષ નેતાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું.

પ્રજાને પાણીના બીલ
બજેટ સભામાં 24x7 નામની યોજના અંતર્ગત પાણીના મીટરો મૂકીને પ્રજાને પાણીના મસમોટા બીલ આપવામાં આવ્યા છે. તે તમામ બીલ રદ્દ કરી અને જનતાને નિયમિત પદ્ધતિથી પાણી આપવામાં આવે તેવી માંગણી છે.જનતાલક્ષી માંગણીઓ ઉપર ધ્યાન આપવાના બદલે, ગંભીરતાથી વિચારવાના બદલે સુરત કોર્પોરેશનના તઘલખી શાસકો દ્વારા પોતાના મળતીયાઓને ફાયદો થાય અને જનતા પાણીના બીલ ભરી ભરીને પાયમાલ થઈ જાય એવા તઘલખી નિર્ણય લેવામાં આવ્યા છે જેના વિરોધમાં વિરોધપક્ષના નેતા ડેપ્યુટી મેયરની ચેમ્બરમાં ઉપવાસ ઉપર બેસવા જતા વિરોધ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો