નિરીક્ષણ:સુરતની મુલાકાતે આવેલા વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરને એક્સ્ટ્રા ટ્રેન સહિતની સમસ્યાઓ  અંગે રજૂઆત કરાઈ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડીઆરએમ,સુરત સ્ટેશન માસ્ટર – સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા - Divya Bhaskar
ડીઆરએમ,સુરત સ્ટેશન માસ્ટર – સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા
  • સિનિયર સિટીઝન્સ માટેની જરૂરી સુવિધાઓ,ભેસ્તાન સ્ટેશનના કામ ઝડપથી પાર પાડવાની જીએમની ખાતરી

સુરત રેલ્વે સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ માટે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલે આજે સવારે રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની સાથે ડીઆરએમ,સુરત સ્ટેશન માસ્ટર – સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જુદા જુદા પ્લેટફોર્મ, વેટીંગ રૂમ સહિતના વિભાગનું નરીક્ષણ કર્યું હતું. અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય સ્ટેશન ઉપર આવેલ વીઆઈપી રૂમમાં ઝેડઆરયુસીસીના સભ્યોએ સાથે બેઠક કરી હતી. ત્યારે ZRUCCના સભ્યો દ્વારા સિનિયર સિટીઝન્સ માટેની જરૂરી સુવિધાઓ,એક્સ્ટ્રા ટ્રેન,ભેસ્તાન સ્ટેશનની સમસ્યાઓ સહીત મુસાફરોને લગતી સુવિધાઓ અંગે રજૂઆત કરાઈ હતી.ત્યારે જનરલે મેનેજર દ્વારા તમામ રજૂઆતો ધ્યાનથી સાંભળીને સકારાત્મ રીપ્લાય આપ્યા હતા.

3-4 વર્ષોમાં સુરત સ્ટેશની કાયા પલટ થશે અને એક નવા રંગરૂપમાં સ્ટેશન જોવા મળશે-GM
3-4 વર્ષોમાં સુરત સ્ટેશની કાયા પલટ થશે અને એક નવા રંગરૂપમાં સ્ટેશન જોવા મળશે-GM

સ્ટેશન અને શહેરની સ્વચ્છતા બિરદાવાઈ
જીએમ આલોક કંસલે (વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર) એ જણાવ્યું હતું કે, સ્ટેશન ઉપર એક્સ્પ્લીટર, લિફ્ટ તેમજ એફઓપી સહિતની મુસાફરો માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. કોવિડ-19 પછી પણ 18 જેટલા એફઓપી બનાવવામાં આવ્યા છે. સ્ટેશન ઉપર વિશેષ રીતે સ્વચ્છતા બાબતે વધારે ધ્યાન આપવામાં આવે છે. સુરત શહેરના વખાણ કરતા કહ્યું હતું કે, સુરત સ્વચ્છ અને સાફ સુતરૂ સિટી છે.સ્ટેશન ઉપર વધુ સારી સુવિધા મળી રહે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યા છે.આગામી 3-4 વર્ષોમાં સુરત સ્ટેશની કાયા પલટ થશે અને એક નવા રંગરૂપમાં સ્ટેશન જોવા મળશે.

સ્ટેશન ઉપર આવેલ વીઆઈપી રૂમમાં ઝેડઆરયુસીસીના સભ્યોએ સાથે બેઠક કરી હતી
સ્ટેશન ઉપર આવેલ વીઆઈપી રૂમમાં ઝેડઆરયુસીસીના સભ્યોએ સાથે બેઠક કરી હતી

પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ
સુરત સ્ટેશન ઉપર જે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તે અંગે મોનીટરીંગ પણ કરવામાં આવે છે. મુસાફરોની સુવિધા માટે આગામી દિવસોમાં પ્લેટફોર્મ નંબર 4 ઉપ૨ પણ એક્સિલેટરની સુવિધા ઉભી કરવામાં આવશે. સુરત જિલ્લા અનઓર્ગેનાઇઝડ વર્કર કોંગ્રેસના સભ્યો દ્વારા જીએમ આલોક કંસલને જુદા જુદા મુદાઓને લઈને રજૂઆતો કરવામાં આવી હતી.આરોપ લગાડવામાં આવ્યા હતા કે, સુરત રેલ્વે સ્ટેશન ખાતે આવેલ પીઆરએસ સેન્ટર પર ફરજ બજાવતા કર્મચારીઓ અને દલાલોની મીલીભગતથી થતી ટિકિટની કાળાબજારી અટકાવી જોઈએ.પાર્સલ ઓફિસ ખાતે તાકીદે સીસીટીવી કેમેરા લગાડવા જોઈએ.પ્રજાને પડતી તકલીફોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે.સુરત સ્ટેશન ખાતે સિનિયર સીટીઝનના ટિકિટ ભાડામાં છૂટછાટ આપવી.