રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામતાની સાથે જ વિવિધ સંગઠનો પણ સક્રિય થઇ જતું હોય છે. જે તે રાજકીય પાર્ટીના વિચારધારા સાથે જોડાયેલા સંગઠનો પોતાનું અલાયદુ સંગઠન ઊભું કરીને પ્રત્યક્ષ કે, પરોક્ષ રીતે રાજકીય પાર્ટી ને મદદરૂપ થાય છે. કેસરિયા હિંદુ વાહિની સંગઠન હિંદુઓની રક્ષા હિંદુ ધર્મ માટે થઈને સંસ્કૃતિનું જતન તેમજ હિન્દુઓના ઉત્થાન માટે થઈને આગામી સમયમાં કેસરિયા હિંદુ વાહિની વધુ મજબૂત થાય અને સમગ્ર ભારતભરમાં હિંદુઓ પડતી મુશ્કેલીઓ માટે કામ કરવાના હેતુથી સંગઠિત થયું છે. સમગ્ર કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકરો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરતાં દેખાયાં હતાં.
મહિલાઓની સુરક્ષાને લઈને કામગીરી કરવા વિચારણા
કેસરિયા હિંદુ વાહિની સંગઠન દેશભરની અંદર પણ અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહી છે. તેવી જ રીતે ગુજરાતમાં ઘરે બને મધ્યમવર્ગીય દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરશે. તેમજ ભૂખ્યાને ભોજન પૂરું પાડવાના આયોજન કરવાનું વિચારી રહી છે. તેની સાથે હિન્દુ મહિલાઓની સુરક્ષાને લઇને પણ કામગીરી ગુજરાત રાજ્યની અંદર શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
સંગઠનના અધિકારીઓ હાજર રહ્યાં
ગુજરાતના તમામ કેસરિયા હિંદુ વાહિનીના પદ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સંગઠનમાં અલગ-અલગ કાર્યકર્તાઓને અલગ-અલગ જવાબદારીઓ પણ આપવામાં આવે અને સંગઠનમાં હોદ્દાઓની પણ જવાબદારી આપવામાં આવી સાથે વિજયભાઈ દવે જેઓની હિન્દુ માટે થઈને અગ્રેસર રહેતા હોય છે તેવામાં રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોપવામાં આવી છે.
ગૌરક્ષકો પર થતાં હુમલાને લઈ ચિંતા વ્યક્ત કરાઈ
અતુલ મિશ્રાએ જણાવ્યું કે આજે જે સરકાર કેન્દ્રમાં છે તેમના દ્વારા હિન્દુત્વ માટે ખૂબ જ સારું કામ કરી રહી છે, અત્યાર સુધીની સરકારો જેટલી પણ સત્તામાં આવી છે. તેમણે હિંદુત્વના મુદ્દાને ક્યારેય પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. ગૌરક્ષક લોકોની સુરક્ષાને લઇને પણ થોડીક સમસ્યાઓ હાલ દેશભરમાં દેખાઈ રહી છે ગૌહત્યાના કિસ્સાઓ પણ સતત સામે આવી રહ્યા છે અને ઘણા કિસ્સાઓ ની અંદર ગૌરક્ષકો ઉપર હુમલા કરવાની ઘટનાઓ પણ બની રહી છે. ગૌરક્ષકો ઉપર થતા હુમલા એ ખરેખર દુઃખદ બાબત છે. ભવિષ્યમાં ગૌરક્ષકો ઉપર હુમલા ન થાય અને ગૌહત્યા ન થાય તેના માટેના પ્રયાસો હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.