ક્રાઇમ:ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી ઠગ ટોળકીએ દોઢ લાખ ઉપાડી લીધા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વરાછાનો રત્નકલાકાર ક્રેડિટ કાર્ડનો નંબર, CVV, ઓટીપી નંબર આપી દેતાં ભેરવાયો

તમારૂ ક્રેડિટ કાર્ડ બંધ થયું છે એમ કહી રત્નકલાકારને વિશ્વાસમાં લઈ ઠગ ટોળકીએ ક્રેડિટ કાર્ડની વિગતો માંગી લેતા કલાકમાં ખાતામાંથી દોઢ લાખ ઉપડી ગયા હતા. વરાછામાં એ કે રોડ પર રૂપસાગર સોસાયટીમાં રહેતા 33 વર્ષીય હિરેનભાઈ અશ્વિનભાઇ રવાણી પર 28મી તારીખે કોલ આવ્યો હતો. કોલ કરનારે ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી વાત કરતો હોવાનું જણાવ્યું હતું.

પછી રત્નકલાકારને જણાવ્યું કે તમારૂ ક્રેડિટ કાર્ડ બંધ થયું છે, જેથી રત્નકલાકારે બેંકમાં જઈ ચાલુ કરવાની વાત કરી જો કે ટોળકીએ એવુ કહ્યું કે અહીં ચાલુ થઈ જશે, રત્નકલાકારે પણ આવી ઠગ ટોળકી પર વિશ્વાસ કરી ક્રેડિટ કાર્ડનો નંબર, સીવીવી અને ઓટીપી નંબર આપી દીધો હતો.

કલાકમાં ક્રેડિટ કાર્ડથી પહેલા 1.01 લાખ અને બીજુ ટ્રાન્જેકશન 49 હજાર મળી દોઢ લાખની રકમ ખાતામાંથી ઉપડી ગઈ હતી. પછી ઠગ ટોળકીને કોલ કરતા તેઓએ ક્રેડિટ કાર્ડ બ્લોક કર્યો હોવાથી થોડીવારમાં પૈસા જમા થઈ જશે એવી વાત કરી હતી. આખરે છેતરાયેલા રત્નકલાકારે વરાછા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મોબાઇલ નંબરના ધારક સામે ચીટીંગ અને આઈટી એકટનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...