ક્રાઇમ:ધારાસભ્યના બોગસ લેટરથી ગેંગે 40 આધાર કાર્ડ બનાવ્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અડાજણ સેન્ટરના કર્મીને શંકા જતા ભાંડો ફૂટ્યો

એમએલએ વી.ડી.ઝાલાવડિયાના નામનો બોગસ અભિપ્રાય લેટરથી 40 આધાર કાર્ડ બનાવ્યા હોવાનું ટોળકીએ કતારગામ પોલીસ સમક્ષ કબૂલ્યું છે. અડાજણ આધારકાર્ડ સેન્ટરમાં બે દિવસ પહેલા આધારકાર્ડ કઢાવવા અાવેલી સેલિયા શિવાલીના ફોર્મ સાથે ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાનો અભિપ્રાય લેટર હતો. જેથી કર્મચારીઓને શંકા ગઈ કે,વી.ડી.ઝાલાવડિયાના નામનો અભિપ્રાય લેટર શંકાસ્પદ છે. તેથી ઝાલાવડિયાને જાણ કરાતા તેઓએ કરાવેલી તપાસમાં ખબર પડી કે, મિતેશ વિનુ સેલિયા, સહેજાદ સલીમ દિવાન,મેહુલકુમાર શૈલેશ પટેલ, મયુર રામજી મોરડિયા અને પરાગ કમલેશ વાઘેલા લોકો પાસેથી 600 રૂપિયા લઈને તેમને આધારકાર્ડ કઢાવી આપતા હતા. જેમની પાસેથી રહેઠાણના પુરાવા ન હતા. તેઓના ફોર્મ સાથે એમએલએના નામના બોગસ અભિપ્રાય લેટર મૂકતા હતા. ટોળકીએ કબુલાત કરી છે કે, અત્યાર સુધી માત્ર 40 આધારકાર્ડ બનાવ્યા છે. કતારગામ પોલીસ આગળની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...