પાટિલનો આક્ષેપ:ગાંધી પરિવાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે એટલે ED સામે નથી આ‌વતા

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હેરાલ્ડ કેસને લઈ પાટિલે કોંગ્રેસ પર નિશાન સાધ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી દ્વારા નોટિસ અપાતા રાજકીય રંગ આપવા કોંગ્રેસની કોશિશ થઇ રહી હોવાની વાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા કરવામાં આવી હતી.

પાટીલે કહ્યું હતું કે, શા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તથા સમગ્ર કોંગ્રેસ પાર્ટી આટલી ડરી રહી છે? શા માટે તેઓ ઇડીની સામે જઈ તેમની વાત રજુ કરવાની જગ્યાએ તેઓ આ સમગ્ર બાબતને રાજકીય રંગ આપવાની કોશિશ કરી રહ્યા છે ? કોંગ્રેસ પાર્ટીના અન્ય નેતાઓ જેમને ઇડીની નોટિસ મળી તેઓએ ઇડી સમક્ષ જઈને પોતાની વાતની રજુઆત કરી હતી તો શા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઇડી સમક્ષ જઈને પોતાની વાત રજુ કરવાની જગ્યાએ પ્રજાને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે?

નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ એજન્સી સમક્ષ રજુ થઈને કલાકો સુધી સવાલોના જવાબ આપ્યા હતા. કારણ કે, તેઓ સાચા હતા. જ્યારે ભ્રષ્ટાચારમાં લિપ્ત ગાંધી પરિવાર એટલા માટે જ એજન્સીના સવાલોનો સામનો કરતા ડરે છે.

મોદી સરકારના હાથમાં સરકારી એજન્સી પોપટ જેવી, પણ કોંગ્રેસ ડરશે નહી : નૈષધ દેસાઈ
શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૈષધ દેસાઈએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ડર અને ભય ઊભો કરનાર ભાજપાની દમનકારી નીતિ સામે કોંગ્રેસ પક્ષનો સત્યાગ્રહ છે.મોદી સરકારના હાથમાં સરકારી પોપટ એવી એજન્સીઓ છે. તેનાથી કોંગ્રેસના કાર્યકર નેતાઓને દબાવવાનો, ડરાવવાનો, બદનામ કરવાનું કામ થઇ રહ્યું છે.

મુશ્કેલીમાં મુકવાથી તે તૂટી જશે, તે ભાંગી પડશે તેવું વિચારવું ભૂલ ભરેલુ છે. કોંગ્રેસ કાર્યકર, આગેવાન નેતા અને સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી બમણી તાકાતથી ભાજપની દમનકારી, યુવાવિરોધી, ખેડૂત વિરોધી, મહિલા વિરોધી નીતીનો વિરોધ કરશે.1942માં નેશનલ હેરાલ્ડ શરુ કરવામાં આવી હતી ત્યારે પણ અંગ્રેજોએ તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.કોંગ્રેસ તેનાથી ડરશે નહિ. કોંગ્રેસ પોતાનો સત્યાગ્રહ ચાલુ રાખશે.

અન્ય સમાચારો પણ છે...