તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:પે & પાર્ક બાદ હવે ટેન્ડર વિના પ્લોટ ભાડે આપી દેવાનો ખેલ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 408 પ્લોટ ભાડેથી આપવાના છે જેને જોઇએ એ જે તે ઝોનમાં સંપર્ક કરે: ચેરમેન

વિકાસના માટે ગ્રાન્ટ પર નિર્ભર મહાપાલિકામાં આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા શાસકોએ પાલિકા હસ્તકના પ્લોટોને ટેન્ડર વગર જ સીધા ભાડે આપવાના શરૂ કરતા વિવાદ થયો છે. પાલિકાના કુલ 408 પ્લોટ પૈકી અત્યાર સુધીમાં 2 પ્લોટને ટેન્ડર વગર જ સ્ટેન્ડિંગમાં સુઓમોટો ઠરાવ કરીને ફાળવણી કરાઇ છે. જો કે, ભાડેથી આપવા માટેની પ્રક્રિયા સામે સવાલ ઊભા થયા છે. ટેન્ડર પ્રક્રિયા દ્વારા ઓફર મંગાવવામાં આવે તો પાલિકાને વધુ આર્થિક ફાયદો થઇ શકે છે.

સ્થાયી ચેરમેન પરેશ પટેલનું જણાવવું છે કે, કુલ 408 પ્લોટ છે. જેમાંથી 2 સુઓમોટો કરી ભાડેથી ફાળવાયા છે. જેને ભાડેથી પ્લોટ જોઇએ એ જે તે ઝોનનો સંપર્ક કરી ભાડેથી મેળવી શકે છે. પ્રતિચોરસ મીટર દોઢથી લઇ સાત રૂપિયા સુધીનો ભાવ નક્કી કરાયો છે. છ મહિના અથવા 11 મહિના માટે ભાડેથી પ્લોટ મેળવી શકે છે. આ માટે ડિપોઝીટ સાથે 3 મહિનાનું ભાડું એડવાન્સમાં જમા કરાવવાનું રહેશે. જે વધારે ભાવ આપશે તેમને પ્લોટ ફાળવાશે.

એક પ્લોટ મીનીમમ રૂા.50 હજારના ભાડેથી પણ જાય તો 408 પ્લોટ લેખે મહિને ઓછામાં ઓછી 2 કરોડની આવક થઇ શકે છે. આગામી દિવસમાં ગણેશ ઉત્સવ આવનાર હોઇ ગોડાઉન કે મંડપ માટે 10 દિવસ માટે પણ પ્લોટ ભાડેથી કોઇને જોઇશે તો પણ આપી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...