તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટેની મંગળવારે સવારે 9થી મતગણતરી શરૂ થશે. ચૂંટણીમાં ઝંપલાવનારા 484 ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો થશે. ગાંધી એન્જિનિયરીંગ કોલેજ તથા એસવીએનઆઇટી ખાતે મતગણતરી કરાશે. ઉમેદવારો અને પક્ષોના આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે શહેરની 60 લાખથી વધુ જનતાની પોતાના વિસ્તારના કયા ઉમેદવાર જીતશે તેના પર નજર રહશે.ગાંધી એન્જિનિયરિંગ અને એસવીએનઆઇટી કોલેજમાં મતગણતરી માટે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. જેમાં એસવીએનઆઇટીમાં 13 અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં 10 સ્ટ્રોંગ રૂમ ઉભા કરવામાં આવ્યા છે.
મતગણતરી બે તબક્કામાં કરવામાં આવશે પ્રથમ તબક્કામાં એસવીએનઆઇટીમાં વોર્ડ નં. 1,10,14,15,21,25,27 અને 29ની મતગણતરી થશે જ્યારે બીજા તબક્કામાં વોર્ડ નં.9,11,18,19, 22,26,28 અને 30ની મતગણતરી થશે. તેવીજ રીતે ગાંધી કોલેજ ખાતે પહેલા તબક્કામાં વોર્ડ નં. 2,4,6,8,13,16 અને 23ની મતગણતરી થશે. બીજા તબક્કામાં વોર્ડ નં.3,5,7,12,17,20 અને 24ની થશે મતગણતરી થશે.મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ અને પેરા મિલિટરી ફોર્સને તૈનાત કરાઇ છે.અત્રે નોંધનીય છે કે,કુલ 30 વોર્ડ માટે 47.14 ટકા મતદાન થયું હતું.
પાલિકાની ચૂંટણીમાં દર મિનીટે 2349 મતદાન થયું, 1 સેકન્ડમાં 40 મત પડ્યા
પાલિકાની ચૂંટણીમાં 47.12 ટકા મતદાન થયાનુ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. 49.57 ટકા પુરૂષ અને 44.13 ટકા સ્ત્રીનું મતદાન છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન કુલ 1550035 મતદારોએ મતદાન કર્યુ હતું. જે જોતા દર મિનિટે 2349 અને દર સેકન્ડે 40 મતદારોએ મતદાન કર્યુ હતું. કુલ પુરૂષોનું કુલ મતદાન 900785 રહ્યું છે. જે જોતા પુરૂષે દર મિનીટે 1363 મતદાન થયું અને દર સેકન્ડે 22 પુરૂષે મતદાન કર્યુ. તેવી જ રીતે સ્ત્રીઓએ દર મિનીટે 985 અને દર સેકન્ડે 22 મતદાન થયા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.