સુરતના મોટા વરાછામાં રહેતા બિલ્ડર અશ્વિન ચોવટીયાના આપઘાતના પ્રયાસે ભારે ચર્ચા જગાવી છે. અશ્વિનભાઈએ આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો અને એ વીડિયોમાં તેમના મિત્ર નિકુંજ સાવલિયાને મદદ કરવા ઉલ્લેખ કર્યો હતો. ત્યારે નિકુંજ સાવલિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અશ્વિનભાઈ છેલ્લા દોઢ વર્ષથી સતત માનસિક ત્રાસમાં રહેતા હતા. અને સમાજના મોટા બિલ્ડરો અને જાણીતા દલાલ ગ્રુપ દ્વારા કરોડોના ફ્લેટના ફ્રોડમાં હેરાન પરેશાન કરતા હતા.
દોઢ વર્ષથી માનસિક ત્રાસ અનુભવતા
સુરતના મોટા વરાછામાં બિલ્ડર તરીકે જાણીતા અશ્વિનભાઈ ચોવટીયા દ્વારા બે દિવસ પહેલા અમદાવાદ ખાતે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાત પહેલા તેમણે રડતા રડતા એક વીડીયો બનાવ્યો હતો અને આ વીડિયોમાં માનસિક રીતે તેઓ હેરાન થતા હોવાનું જણાવીને તેની પાછળ તેમની ન્યાય મળે તે માટે તેમના ભાગીદાર નિકુંજ સાવલિયાની મદદ માંગી હતી. તેમણે આ વીડિયો બનાવીને તેમના મિત્ર નિકુંજ સાવલિયાને મોકલ્યો હતો. ત્યારે નિકુંજ સાવલિયાએ તેમને મોકલેલા વીડિયો અંગે વાત કરતા જણાવ્યું હતું કે અશ્વિનભાઈને છેલ્લા ઘણા સમયથી માનસિક ત્રાસ હતો. છેલ્લા દોઢ વર્ષથી અશ્વિનભાઈ સતત તેને હેરાન પરેશાન કરવામાં આવતો હતો. અને જેને લઈ તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા.
આ પણ વાંચોઃ-વ્યથિત માતા-પિતાએ કહ્યું-'દિવાળી પહેલાથી ધમકીઓ મળતી, પેટભરીને જમતો પણ નહી'
મોટા બિલ્ડર અને જાણીતા દલાલ ગ્રુપ દ્વારા હેરાન કરાતા
અશ્વિનભાઈના ભાગીદાર અને મિત્ર નિકુંજ સાવલિયાએ જણાવ્યું હતું કે અશ્વિનભાઈને સમાજના મોટા બિલ્ડર અને જાણીતા દલાલ ગ્રુપ દ્વારા સતત હેરાન પરેશાન કરવામાં આવતા હતા. આ ગ્રુપ દ્વારા કરોડોના ફ્લેટનું ચીટીંગ કર્યું હતું. જેના લીધે તેમના ઉપર પૈસા અને બીજા કોઈના કોઈ રીતે પ્રેશર કરવામાં આવતું હતું. જેને લઇ છેલ્લા દોઢ વર્ષથી સતત માનસિક ત્રાસમાં રહેતા હતા.
ઘરમાં ઘૂસી ધમકીઓ આપી હતી
એમને ત્રણ ચાર મહિના પહેલાં તેમના ઘરે પણ અમુક લોકો પહોંચ્યા હતા. અને તેમની પર રૂપિયાનું ખૂબ જ પ્રેશર કરવામાં આવ્યું હતું. જ્યાં ઘરે પહોંચેલા લોકો દ્વારા ન બોલવાના શબ્દો પણ બોલ્યા હતા. આ દરમિયાન ગભરાઈને અશ્વિનભાઈએ 100 નંબર પર કોલ કરી પોલીસને પણ બોલાવી હતી જેને લઇ ઘરે આવેલા લોકો જે તે સમયે જતા રહ્યા હતા.
ત્રાસથી આપઘાત કરવાનું પગલું ભર્યું
નિકુંજ સાવલિયાએ જણાવ્યું હતું કે અશ્વિનભાઈ ને છેલ્લા ઘણા સમયથી એટલો અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેનાથી અશ્વિનભાઈને સહન ન થતાં તેમણે છેલ્લે આપઘાત કરવાનું પગલું ભર્યું હતું.
મિત્રો પાસે ન્યાયની માંગ કરી છે
આપઘાતનો પ્રયાસ કરનાર અશ્વિનભાઈએ વીડિયોમાં જણાવેલ ઓડિયો અને સુસાઇડ નોટ વિશે નિકુંજ સાવલિયાએ જણાવ્યું હતું કે તેમણે જે ઓડિયો રેકોર્ડિં ની વાત કરી છે તેમાં મને માત્ર એટલી જ રિક્વેસ્ટ કરી રહ્યા છે કે મારા પર જે મને પ્રોબ્લેમ છે એમાં મારા પરિવારને ન્યાય મળે તેવું તમે બધા ભેગા થઈને કામ કરજો. અને આ મારી રજૂઆતને ગૃહમંત્રી સુધી પહોંચાડજો. સુસાઇડ નોટ લખી હતી તેમાં તેમણે અમદાવાદમાં પોલીસ નિવેદનમાં જમા કરાવી છે. એ સુસાઇડ નોટ મેં જોઈ નથી અને તે પોલીસે પોતાની પાસે જમામાં લીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.