તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગુજસીટોક હેઠળ ચોથો કેસ, માથાભારે વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુનો નોંધાયો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • ખંડણી સહિતના 30 ગુનાઓ નોંધાયા છે

સુરત પોલીસે ‘ક્રાઇમ ફ્રી સુરત’ ઉદ્દેશ સાથે ઓર્ગેનાઇઝડ ક્રાઇમમાં ગુજસીટોક હેઠળ ચોથી ગેંગ વિપુલ ગાજીપરા સામે ગુનો નોંધ્યો છે. ડીસીબીએ વિપુલ ગાજીપરાની ગેંગના 3 સાગરિતોની સામે કાર્યવાહી કરી છે. જેમાંથી એક આરોપી અર્જુન પાંડેનો કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ છે, બાકીનો એક આરોપી ઉજ્જવલ રાજપૂત પકડાયો છે અને ઈલ્યાસ કાપડીયાની વેપારીને ગોળી મારી દેવાની ધમકી આપી બળજબરીથી કરોડોની રકમ પડાવવાના કેસમાં ડીસીબીએ ધરપકડ કરી છે. હાલ ઈલ્યાસ કાપડીયા પોલીસ રિમાન્ડ પર છે.

માથાભારે વિપુલ ગાજીપરાની ગેંગમાં 10 સાગરિતો છે. જેમાં વિપુલ ગાજીપરા, ડેનીશ ઉર્ફે નાનો અને અલ્તાફ પટેલ મુખ્ય સૂત્રધારો છે. ટોળકી સામે હત્યાની કોશિશ, ખંડણી, મારામારી, આર્મ્સ એકટ સહિતના 30 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ટોળકીએ વરાછા, કાપોદ્રા, લાલગેટ, સરથાણા, કતારગામ,ખટોદરા, રાંદેર, અમરોલી પોલીસ સ્ટેશનોના વિસ્તારોમાં ગુનાઓ કરેલા છે.

માથાભારે વિપુલ, ડેનીશ અને અલ્તાફને પાસામાં હેઠળ જેલમાં જઈ આવ્યા હતા. ઉપરાંત વિપુલ, ડેનીશ, અર્જુન અને આઝાદને તડીપાર પણ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં સુરત પોલીસે આસીફ ટામેટા, લાલુ જાલીમ, અશરફ નાગોરીની ગેંગ સામે કાર્યવાહી કરી હતી. વિપુલ ડાહ્રા ગાજીપરાની ગેંગમાં ડેનીશ બિલાડાવાળા,અલ્તાફ પટેલ, અંકિત, શશાંકસિંહ ચુડી બ્રિજમોહનસિંહ રાજપુત, અર્જુન પાંડે,કપિલ કપીલ, આઝાદ પઠાણ ઐયુબખાન ઝોજા, ઇલ્યાસ કાપડીયા વકીલ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...