વિવાદ:રજૂઆત માટે આવેલા પૂર્વ પ્રવાસી શિક્ષકોને સ્ટેન્ડિંગ ચેરમેને તગેડ્યા

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 શિક્ષકોને કાયમી કરવાના વિરોધમાં પાલિકા પર મોરચો
  • 3 શિક્ષકોએ ટાટ પાસ ન કર્યું હોવાનો આક્ષેપ: હાઇકોર્ટમાં જવા ચિમકી

પાલિકા સંચાલિત સુમન શાળામાં 15 પ્રવાસી શિક્ષકોને સીધી ભરતીથી કાયમી કરવાના વિરોધમાં સોમવારે પૂર્વ પ્રવાસી શિક્ષકો પાલિકા પર મોરચો લાવ્યા હતા. તેઓ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, વિપક્ષી નેતાને રજૂઆત કરવા આવ્યા હતા. જો કે, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પટેલે તેમને સાંભળવાને બદલેકમિશનરે પ્રપોઝલ મુકી હતી. તમે તેમને જ મળો કહીને તગેડી મૂક્યા હતા. નારાજ પ્રવાસી શિક્ષકોએ હાઇકોર્ટમાં જવાની ચિમકી આપી છે.

પાલિકા પર મોરચો લાવનારા પ્રવાસી શિક્ષકોનો આક્ષેપ છે કે, સરકારના 21.12.2015ના ઠરાવ મુજબ પ્રવાસી શિક્ષકોને ક્યારેય કાયમી કરાશે નહિં. આ ભરતી તદન હંગામી ધોરણે હોઇ પાલિકામાં કોઇ અન્ય સેવા વિષયક હક્ક દાવો રહેશે નહિં તેવો સપષ્ટ ઉલ્લેખ છે. કાયમી કરાયેલા 15માંથી 3 શિક્ષકોએ તો ટાટ પણ પાસ કરી નથી.

‘ભરતીમાં લાખો રૂપિયાનો વહીવટ કરાયો છે’
મોરચો લાવનારા શિક્ષકોએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષથી અમે ફરજ બજાવતા હતા. અચાનક અમને ટેલિફોનિક જાણ કરી છૂટા કરવામાં આવ્યા હોવાનું જણાવી દીધું હતું. ભરતી કરાયેલા કેટલાક શિક્ષકોની ઉંમર વધુ હોવા છતાં તેમની નિમણૂંક કરાઇ છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી લડીશું અને જરૂર જણાય તો આંદોલન કરવાની ચિમકી પણ તેમણે ઉચ્ચારી હતી. શિક્ષક દીઠ લાખો રૂપિયાનો વહીવટ થયો હોવાનો ગંભીર આરોપ તેમણે મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...