આગામી ૧૮થી ૨૦ એપ્રિલ દરમ્યાન સરસાણા કન્વેનશન સેન્ટરમાં સ્માર્ટ સિટિઝ સ્માર્ટ અર્બનાઇઝેશનની કોન્ફરન્સમાં દેશના ૧૦૦ સ્માર્ટ શહેરોના ડેલીગેટસ આવનાર છે ત્યારે અઠવા વિસ્તારમાં શનિવારથી બુધવાર પાંચ દિવસ સુધી ફુટપાથ તથા રોડ સાઇડ પર એક પાણી ખાણીપીણીની લારીઓ કે ગલ્લા દેખાશે નહિં.
સુરતમાં આવનાર મહેમાનોને રસ્તા પર લારી ગલ્લા નજરે ન ચઢે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અઠવા વિસ્તારમાં બે દિવસ અગાઉ જ ખાણીપીણીની લારી તથા દુકાન ચલાવનાર દુકાનદારોને મૌખિક સુચના આપી દેવામાં આવી હતી. ૫-૫ દિવસ સુધી લારીઓ બંધ રાખવાની સુચનાથી દુકાનદારો માં છૂપો રોષ જોવા મળ્યો છે. વેસુ, સિટીલાઇટ, અલથાણ, વીઆઇપી રોડ, સુરત-ડુમસ રોડ સહિતના વિસ્તારોમાં શનિવારથી રસ્તા ઉપરથી લારીઓ દેખાઇ ન હતી. જેને લઇ રસ્તાઓ પર કોઇ જ દબાણ જોવા મળ્યું ન હતું.
સુરત સહિત 5 શહેરોનાં 17 મોડલની ઝાંખી પણ કરાવાશે, સ્માર્ટ સિટી સમિટનાં આ હશે નજરાણાં
સ્માર્ટ સિટી સમિટમાં ગુજરાતના શહેરોના ખાસ પ્રોજેકટ તથા મોડલની ઝાંખી મુકાશે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ, પબ્લીક બાઇક શેરિંગ, ડ્રિમ સીટી સુરતનું ગ્રીન ઓફિસ બિલ્ડીંગ, રાજકોટનું લાઇટ હાઉસ, અમદાવાદ ડેવલપમેન્ટ લીમીટેડનું મલ્ટીલેવલ પાર્કિંગ, ગોટાલિયા ગાર્ડન, વોટર સ્કાડા, જનમિત્ર કાર્ડ, સુરતનું સ્માર્ટ સિટી, વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટની હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોરમેશન સિસ્ટમ, વાપી પાલિકાનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સુડાનું ટાઉન પ્લાનીંગ સ્ક્રીમ મોડલની ઝાંખી મુકવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.