તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતનની વાટ:લોકડાઉન બાદ પહેલી ટ્રેન રાજધાની સુરત આવી, જોકે લાખો શ્રમિકોની વતન વાપસી ‘પાટા’ પર આવતી નથી

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુંબઈ અને ગોવા જતી બે ટ્રેનનું સુરતમાં સ્ટોપેજ, કુલ 3013 પૈકી 1746 લોકો રેડ ઝોનમાંથી આવ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા લોકો સુધી ન પહોંચે તે માટે મીડિયાને નો એન્ટ્રી

શહેરમાં હાલ ઈન્ટર સ્ટેટ ટ્રાવેલર્સ આવી રહ્યાં છે તેમાં બે ટ્રેનનું સુરતમાં સ્ટોપેજ છે. એક મુંબઈ તરફની અને બીજી ટ્રેન ગોવા તરફની છે. સ્ક્રિનિંગની સાથેે લોકો હોમ કોરોન્ટાઈન ઉપર પણ રહે તેની વ્યવસ્થા ગોઠવાઈ છે. ઈન્ટર સ્ટેટ ટ્રાવેલર્સમાં અઠવા વિસ્તારમાં 593 લોકો આવી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા લોકો સુધી ન પહોંચે તે માટે મીડિયાને એન્ટ્રી પણ ન અપાઇ હોવાની ચર્ચા છે.  
પાલિકાની 1800 123 8000 હેલ્પલાઈન નંબર પર જાણ કરે તે લોકહિતમાં જરૂરી છે.
વરાછા-એ અને બીમાં 627, કતારગામમાં 407, ઉધના ઝોનમાં 829, રાંદેર ઝોન 557 લોકો આવે છે. કુલ 3013 લોકો આ‌વી રહ્યાં છે. રેડ ઝોનમાંથી 1746, ઓરેન્જ ઝોનમાંથી 803 અને ગ્રીન ઝોનમાંથી 268 લોકો આવે છે. આ તબક્કે જે પ્રમાણે શરૂઆતમાં ફોરેન ટ્રાવેલર્સ હતાં જે પ્રમાણે ત્યારે વ્યવસ્થા કરાઈ હતી કે, પહેલા કોઈ પણ વ્યક્તિ સુરતમાં પ્રવેશ કરે તો એ અચૂક મનપાની વેબ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં પોતાની તમામ વિગતો આપે, કોવિડ-19 ટ્રેકર એપ્લિકેશન ડાઉનલોડ કરવું જેથી  પાલિકા તેનું લોકેશન જાણી શકે. સવારે-સાંજે પોતાની હેલ્થ ડિટેઈલ્સ અને પોતાની સેલ્ફી ફરજિયાત આપવાની રહેશે. જો આ નિયમોનું પાલન ન કરશો તો 25 હજાર દંડ અને જરૂરિયાત પડે તો એફઆઈઆર  કરાશે. જે વિસ્તારમાં લોકો આવી રહ્યાં છે ત્યાંના લોકોને વિનંતી છે કે, અગાઉ લોકો તરફથી સહકાર મળ્યો હતો તેમ અત્યારે પણ આપવો જોઈએ, પડોશી હોય કે સોસાયટીના લોકો તથા સોસાયટીના પ્રમુખોની ફરજ છે કે, તેઓ કોઈ પણ વ્યક્તિ બહાર આવે કે નિયમનો ભંગ કરે તો પાલિકાની 1800 123 8000 હેલ્પલાઈન નંબર પર જાણ કરે તે લોકહિતમાં જરૂરી છે.
રાજધાની એક્સપ્રેસમાં 76 યાત્રી સુરત આવ્યા અને 102 લોકો દિલ્લી ગયા
મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્લી એસી સ્પેશ્યલ રાજધાની ટ્રેનમાં મુંબઈ સેન્ટ્રલથી કુલ 76 મુસાફર સુરત આવ્યા હતા.મહારાષ્ટ્રમાં બોર્ડર સીલ હોવાને લીધે મહિનાથી મુંબઈમાં જ ફસાયેલા લોકોને સુરત આવવા મળ્યું હતું.સુરતથી પણ 102 મુસાફરો દિલ્લી રવાના થયા હતા.લોકડાઉન વચ્ચે મંગળવારે મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્લી સ્પેશ્યલ ટ્રેન રાત્રે 8.23 વાગ્યે સુરત આવી પહોંચી હતી. ટ્રેનમાં ટિકિટ બુક કરાવી ચૂકેલા મુસાફરોએ સવારે 9 વાગ્યાથી જ રેલવે પરિસરમાં ભીડ કરવાનું શરુ કરી દીધું હતું.જયારે સુરતમાં સાંજે 4 વાગ્યાથી જ મુસાફરો આવવા માંડ્યા હતા.થર્મલ સ્ક્રીનિંગ બાદ તમામ મુસાફરોને રેલવે સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બસની ફાળવણીના મુદ્દે અલ્ટીમેટમ બાદ હવે મોડે મોડે  એસ.ટી.એ  ટોકન સિસ્ટમ શરૂ કરી
સુરતથી નિશ્ચિત જિલ્લાઓ અને તાલુકાઓ માટે બસની ફાળવણી થતી હોવાની વાત વિપક્ષ નેતા પપન તોગડીયાએ કરી હતી.તેમણે ‌એસટી ‌વિભાગને અલ્ટીમેટમ આપ્યું કે જો મંગળવારથી સામાન્ય લોકોને બસની ફાળવણી ન થાય તો ‌વિરોધ કરાશે. ઉત્તર- મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના લોકોને સમાનતા મળવી જોઇએ. આજથી ટોકન પદ્ધ‌તિથી બસની ફાળવણી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો