• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The First Semester Of Graduation And Undergraduate Will Start From 15th And The Admission Process Will Be Completed By 22nd June

નિર્ણય:સ્નાતક અને અનુ સ્નાતકનું પહેલું સેમેસ્ટર 15મીથી શરૂ, 22 જૂન સુધી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરાશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું

વીએનએસજીયુની અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની કોલેજોમાં પહેલું સેમેસ્ટર 15 જૂનથી શરૂ કરવાનો નિર્ણય એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવાયો છે. શિક્ષણ વિભાગે નવા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે મેડિકલ અને પેરા-મેડિકલ સિવાયના કોર્સો માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં પ્રવેશ પ્રક્રિયા પહેલીથી 22 જૂન સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. જો કે, ધોરણ-12ના પરિણામ પછીના દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. યુજીમાં સેમેસ્ટર 3 અને 5 સાથે પીજીમાં સેમેસ્ટર ત્રણ આગામી 15 જૂનથી શરૂ થશે.

બીજી તરફ યુનિવર્સિટીએ લીધેલા નિર્ણય મુજબ હવેથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થી એમએ એક્સટર્નલમાંં નવા શૈક્ષણિક વર્ષ 2022-23થી પ્રવેશ મેળવી શકશે. જે તે વિભાગમાં નોકરી કે વધારાના કોર્સ માટે જરૂરી લાયકાત જે તે વિભાગનાં નિયમોને આધીન રહેશે.

3 અફઘાનીને પ્રવેશ
આઇસીસીઆર અંતર્ગત અફઘાનિ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ એડમિશન લેટર આપવા મંજૂરી આપવામાં આવી છે. ત્રણેય વિદ્યાર્થીઓએ પીએચડીમા પ્રવેશ માટે અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...