રેલવેની લૂંટફાટ:કોરોના પહેલા રેલવેમાં 140 કિમી દૂર વડોદરા સુધી 30 રૂપિયામાં મુસાફરી થતી હવે સુરતથી બંને તરફ 3 કિમી દૂર ઉતરાણ અને ઉધના જવા પણ 30નો

સુરત22 દિવસ પહેલાલેખક: મેહુલ પટેલ
  • કૉપી લિંક
  • સિટી બસ માત્ર 20 રૂપિયામાં સુરત રેલવે સ્ટેશનથી મુસાફરોને સાયણ પહોંચાડે છે, જ્યારે રિક્ષામાં સુરતથી ઉત્રાણનું ભાડું 20 રૂપિયા થાય છે
  • રેલવે દ્વારા સુરતથી ભરૂચ માટે પણ ત્રણ ગણુ ભાડું વસુલવામાં આવી રહ્યું છે
  • સુરતની નજીકના સ્ટેશનોની ટિકીટમાં ત્રણ ગણો વધારો

કોરોનાકાળમાં બંધ કરી દેવામાં આવેલી મોટાભાગની ટ્રેનો ફરી પાટે ચડી ગઈ છે જોકે રેલવેએ મિનિમમ ભાડુ વધારી ત્રણ ગણું કરી દેતા મુસાફરો વધુ રૂપિયા ચૂકવી રહ્યા છે. લોકોની માંગને લીધે મોડે મોડે શરુ કરવામાં આવેલી કેટલીક પેસેન્જર ટ્રેનોને મેલ અને એક્સપ્રેસ ટ્રેનના નામે દોડાવવામાં આવી રહી છે. જેનું ભાડુ પહેલાની સરખામણીમાં વધુ છે.

રેલવે દ્વારા વધારવામાં આવેલા ભાડાને લીધે મુસાફરો જનરલ કોચમાં જેટલાં રૂપિયામાં વડોદરા પહોંચી શકતા એટલા રૂપિયા હવે સુરતથી ઉત્રાણ કે ઉધના પહોંચવા ચૂકવવા પડે છે. કોરોના કાળ પહેલા ફક્ત 30 રૂપિયામાં મુસાફરો ટિકિટ બારી પરથી ટિકિટ લઈ જનરલ કોચમાં વડોદરા પહોંચી શકતા હતા. હવે ઉત્રાણ કે ઉધના પહોંચવા પણ 30 રૂપિયા ચૂકવવા પડે છે.કોરોનાકાળમાં બંધ થયેલી ટ્રેનો ફરી શરુ કરી દેવામાં આવતા મુસાફરોને રાહત થઇ છે જોકે રેલવે દ્વારા મિનિમમ ભાડુ કોરોના બાદ વધારી દેવામાં આવ્યું હતું જે હજી સુધી ઘટાડવામાં આવ્યું નથી.

સુરતથી ભરૂચ 15ને બદલે હવે 45 રૂપિયા

સ્ટેશનજૂનુંનવું
સુરત -ઉત્રાણ1030
સુરત -સાયણ1030
સુરત -કિમ1030
સુરત-ભરૂચ1545
સુરત-વડોદરા3060

સુરત રેલવે સ્ટેશનેથી ઉત્તરમાં આવતા સહુથી નજીકના રેલવે સ્ટેશન ઉત્રાણ અને દક્ષિણમાં સહુથી નજીકનાં ઉધના રેલવે સ્ટેશન જવું હોય તો મુસાફરોને 30 રૂપિયા ચૂકવવા પડે છે. કોરોના પહેલા મિનિમમ ભાડુ 10 રૂપિયા હતું જે વધાર્યા બાદ આજદિન સુધી આ જ ભાડુ ચાલુ રાખવામાં આવતા મુસાફરો વધારે ભાડુ ચૂકવી રહ્યા છે.સુરત રેલવે સ્ટેશનથી રિક્ષા મારફતે ઉત્રાણ જવું હોય તો અમરોલી ચાર રસ્તા સુધીનું રિક્ષા ભાડું 20 રૂપિયા છે.

આટલુ જ નહીં પણ ટ્રેનમાં સુરતથી સાયણ જવુ હોય તો ટ્રેનમાં 30 રૂપિયા ચૂકવવા પડે છે જયારે સુરતની સિટી બસ સુરત રેલવે સ્ટેશનથી 20 રૂપિયામાં મુસાફરોને સાયણ પહોંચાડી દે છે. સુરત રેલવે સ્ટેશનથી ઉધના રેલવે સ્ટેશન જવુ હોય તો સિટી બસમાં ઉધના ચાર રસ્તા સુધીનું ભાડુ 15 રૂપિયા થાય છે જયારે ટ્રેનમાં આ ભાડુ 30 રૂપિયા છે.

સુરત-ભુસાવળ ટ્રેન હમણાં શરૂ નહીં થાય
રેલવે દ્વારા થોડા દિવસ અગાઉ જ કેટલીક બંધ થયેલી ટ્રેનો ચાલુ કરવાની જાહેરાત કરાઇ હતી. જેમાં સુરત-ભુસાવળ એક્સપ્રેસનો પણ સમાવેશ હતી. આ ટ્રેન 8મીથી ચાલુ કરવાની જાહેરાત કરાઇ હતી. જોકે રેલવેએ હવે આ ટ્રેન બાબતે ખુલાસો કર્યો છે કે આ ટ્રેન હજી હમણાં શરૂ નહીં થાય. રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા પણ આ ટ્રેન શરૂ થવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

નિર્માણ કાર્ય માટેના બ્લોકને લીધે વિરાર શટલ સહિતની ટ્રેનો પ્રભાવિત

  • યશવંતપુર - બાડમેર 50 મિનિટ થોભી હતી. અમૃતસર ટ્રેન 45 મિનિટ સુધી,બાંદ્રા ટર્મિનશ - દિલ્હી સરાઈ 35 મિનિટ માટે રોકાઇ હતી.​​​​​​​
  • નવસારી - મરોલી અને સંજાણ- ભીલાડ વચ્ચે નિર્માણ માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે મંગળવારે કેટલીક ટ્રેનોને અસર થઇ હતી.​​​​​​​
  • વિરાર - વલસાડ શટલ 1 કલાક માટે રોકી રખાઇ હતી.જેને લીધે હજારો મુસાફરોએ ટ્રેન ઉપડવાની મિનિટો સુધી રાહ જોઈ હતી.
અન્ય સમાચારો પણ છે...