કોરોના લોકડાઉન:3 મહિના બાદ શહેરમાં પહેલો દીક્ષા સમારોહ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન બાદ સુરતમાં ત્રણ મહિના પછી પહેલો દીક્ષાનો પ્રસંગ યોજાયો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વરઘોડો, વર્ષીદાન અને વિદાય સમારોહ વિના જ મુમુક્ષુ એન્જિનિયર ધિરેન શાહને રજોહરણ અર્પણ કરાયું હતું. પરિવારજનો અને શ્રાવકો મળી માત્ર 50 વ્યક્તિની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું.શહેરના ગોપીપુરા વિસ્તારમાં રહેતા ધિરેન વસ્તુપાળભાઈ શાહે દીક્ષા ગ્રહણ કરી હતી. રજોહરણ સાથે જ ધિરેને નૂતન મુની સમિતચંદ્રવિજય નામ ધારણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. ધિરેન શાહ સિવિલ એન્જિનિયર છે. 

અન્ય સમાચારો પણ છે...