ગુરૂ પુષ્ય નક્ષત્રનો યોગ:નવા વર્ષનું પ્રથમ ગુરૂપુષ્ય નક્ષત્ર આજે, ખરીદી માટે શ્રેષ્ઠ યોગ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાત મહિના બાદ હવે પછી 30 જૂન 2022ના દિવસે ગુરૂ પુષ્ય નક્ષત્રનો યોગ હશે

વિક્રમ સંવત 2078ના નવા વર્ષનો આરંભ થયો છે અને વિક્રમના આ નવા વર્ષમાં ગુરૂ પુષ્ય નક્ષત્રના કુલ 4 યોગ આવે છે. આ વર્ષે સૌ પ્રથમ ગુરૂ પુષ્ય નક્ષત્ર 2021ના વર્ષમાં 25મી નવેમ્બરે આવી રહ્યું છે. ગુરૂ પુષ્ય કે રવિ પુષ્ય યોગને સોના-ચાંદી, જમીન, ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ, વાહનો સહિતની કોઇ પણ ખરીદી માટે શ્રેષ્ઠ યોગ ગણવામાં આવે છે. આ ઉપરાંત 2078ના વર્ષમાં રવિ પુષ્ય નક્ષત્રના 3 યોગ અાવશે. આમ, કુલ સાત યોગ પુષ્ય નક્ષત્રના આ વર્ષમાં આવશે.

વિક્રમ સંવત 2078નું નવું વર્ષ આરંભાયું છે પણ હવે આ નવા વર્ષમાં પુષ્ય નક્ષત્રનો યોગ આગામી દિવસોમાં આવી રહ્યું છે. હવે નવા વિક્રમ સંવતની સાથે ઇસ્વીસનના આ વર્ષ 2021માં 25મી નવેમ્બરે છે. ત્યાર બાદ છેક સાત માસ બાદ એટલે કે 30 જૂને આ યોગ આવશે.

2022ના વર્ષમાં ત્રણેક માસના સમયગાળા દરમિયાન ત્રણ ગુરૂ પુષ્ય નક્ષત્ર આવશે. જેમાં જૂન, જુલાઇ અને ઑગસ્ટ માસમાં લગલગાટ આ ગુરૂ પુષ્ય નક્ષત્રનો યોગ આવશે. બાદ 25 જૂને આ વર્ષનો પ્રથમ રવિ પુષ્ય નક્ષત્રનો યોગ આવશે. જો કે વિક્રમ સંવત 2078ના વર્ષમાં 28 ઓગસ્ટ બાદ એટલે કે નવરાત્રિ કે દીપોત્સવનીના પર્વેમાં એકેય ગુરૂ પુષ્ય નક્ષત્રનો યોગ નથી.

ગુરૂ પુષ્યનો દિવસ ખરીદી ઉપરાંત અભ્યાસ માટે પણ શ્રેષ્ઠ
ગુરૂ પુષ્યામૃત યોગમાં સોનાની ખરીદી શ્રેષ્ઠ ગણાય છે. મનનો કારક ચંદ્ર ગુરૂવારના દિવસે બૃહસ્પતિ ગુરૂ જે જ્ઞાન અને વિદ્યાના કારક હોવાથી વિદ્યાપ્રાપ્તિ માટે શ્રેષ્ઠ દિવસ છે. દાન, પૂજાપાઠ, નદી સ્નાન વિ. કરી પુણ્ય કરવા પુષ્ય નક્ષત્ર સાથેનો ગુરૂવારનો દિવસ સર્વોત્તમ છે.

વર્ષમાં 3 રવિ પુષ્યામૃત નક્ષત્ર યોગ આવશે

તારીખવાર
13 માર્ચ, 2022

રવિવાર

10 એપ્રિલ,2022

રવિવાર

08 મે, 2022

રવિવાર

વર્ષ 2021 અને 2022ના ગુરૂ પુષ્ય નક્ષત્રના યોગ

તારીખવાર
25 નવેમ્બર,2021

ગુરૂવાર

30 જૂન, 2022

ગુરૂવાર

28 જુલાઇ, 2022

ગુરૂવાર

25 ઓગસ્ટ, 2022

ગુરૂવાર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...