તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The First General Meeting Of The Corporation Will Be Held On March 12 In Surat, Office Bearers Including Women Mayor Will Be Appointed, 3 Names In Discussion

મેયર કોણ?:​​​​​​​સુરતમાં 12મી માર્ચે યોજાશે પાલિકાની પ્રથમ સામાન્ય સભા, મહિલા મેયર સહિતના પદાધિકારીઓ નિમાશે, 3 નામ ચર્ચામાં

​​​​​​​સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
લિકાના ચૂંટાયેલા સભ્યોનું સરકારી ગેજેટ જાહેર થયું છે જે મુજબ 12મીએ સામાન્ય સભા મળશે. - Divya Bhaskar
લિકાના ચૂંટાયેલા સભ્યોનું સરકારી ગેજેટ જાહેર થયું છે જે મુજબ 12મીએ સામાન્ય સભા મળશે.
  • પ્રથમ સામાન્ય સભામાં ડે.મેયર, સ્ટેન્ડિગ ચેરમને સહિતના હોદ્દાદારો નિમાશે

સુરત મહાનગર પાલિકાના ચૂંટાયેલા સભ્યોનું સરકારી ગેજેટ જાહેર થયું છે. જે મુજબ પ્રથમ સામાન્ય સભા 12મી માર્ચના રોજ મળશે. જેમાં મહિલા મેયર,ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના સભ્યોની વરણી કરવામાં આવશે. ભાજપ બહુમતિમાં છે. વળી મહિલા મેયર માટે પ્રથમ અઢી વર્ષ હોવાથી ત્રણ મહિલા દાવેદારોના નામ ચાલી રહ્યાં છે. ચૂંટાયેલી મહિલા કાઉન્સિલરમાંથી ત્રણથી ચાર મહિલાઓ હાલ મેયર પદના રેસમાં ચાલી રહી છે. જેમાં દર્શિની કોઠિયા, હેમાલી બોઘાવાલા અને ઉર્વશી પટેલને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

વરાછા અનેસૌરાષ્ટ્રીયનોમાં પ્રભુત્વ ધરાવતા દર્શિનીબેન કોઠિયાને મેયર પદ માટે સક્ષમ માનવામાં આવે છે.
વરાછા અનેસૌરાષ્ટ્રીયનોમાં પ્રભુત્વ ધરાવતા દર્શિનીબેન કોઠિયાને મેયર પદ માટે સક્ષમ માનવામાં આવે છે.

દર્શિની કોઠિયા સક્ષમ
મૂળ સૌરાષ્ટ્રીય અને વરાછા વિસ્તારમાં ભાજપનું ધોવાણ થયું હોવા છતાં જીતનો પરચમ લહેરાવનાર ભાજપના દર્શની કોઠિયાની દાવેદારી ત્રણ પૈકી વધુ મજબૂત માનવામાં આવી રહી છે. આમ આદમીએ જ્યાં કોંગ્રેસના સૂપડાં સાફ કરીને વિજય મેળવ્યો છે તે પાટીદાર વસ્તીવાળા વિસ્તારો છે. પાટીદારો હજી પણ ભાજપથી કેટલાક કારણોસર વિમુખ છે, અને તેના પરિણામે જ આપને સફળતા મળી છે. દર્શિની કોઠીયા સમગ્ર વિસ્તારની અંદર ખૂબ જ જાણીતું નામ છે અને પોતે પણ પાટીદાર છે. ભાજપ પાટીદારોની ખુશ કરવા માટે દર્શિની કોઠીયાને પસંદગ કરી શકે છે. દર્શિની કોઠીયા ભાજપમાં પ્રદેશ મંત્રી તરીકેના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે.અગાઉ ત્રણ વર્ષ પાલિકામાં સ્ટેન્ડિંગ સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. જેથી ભાજપ મેયરના ગરીમાપૂર્ણ પદ પર લાયક ઉમેદવારને પસંદ કરી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.

હેમાલી બોઘાવાળા પણ મેયર પદની રેસમાં આગળચાલી રહ્યાં છે.
હેમાલી બોઘાવાળા પણ મેયર પદની રેસમાં આગળચાલી રહ્યાં છે.

હેમાલી બોઘાવાળા પ્રબળ દાવેદાર
હેમાલી બોઘાવાળા ભાજપના સિનીયર મહિલા કાર્યકર્તા છે . હેમાલી બોઘાવાળા એસટી નિગમના ચેરમેન પણ રહી ચૂક્યા છે, તેમ જ વિવિધ અન્ય સંસ્થાઓમાં પણ તેઓ ઉંચા હોદ્દા ઉપર કામ ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ મેયરપદ માટે તેઓ રેસમાં હતાં. પરંતુ પાટીદાર ફેક્ટરના કારણે ત્યારે પણ તેઓ મેયર બની શક્યા નહોતા. જે તે વખતે તેમના સ્થાને અસ્મિતા શિરોયાને પસંદ કરવામાં આવ્યા હતાં.

ઉર્વશી પટેલનું નામ પણ મેયદ પદ માટે ચર્ચાઈ રહ્યું છે.
ઉર્વશી પટેલનું નામ પણ મેયદ પદ માટે ચર્ચાઈ રહ્યું છે.

સ્કાયલેબ ન આવે તો સક્ષમ મહિલા મેયર બનશે
ભાજપના વિજેતા મહિલા કાઉન્સિલરમાંથી ઉર્વશી પટેલ પણ વિજેતા થયા છે. તે પણ ભાજપના સિનિયર કાર્યકર્તા છે . ચૂંટણી દરમિયાન તેઓ ખૂબ સારી સરસાઇથી વિજય મેળવવામાં સફળ રહ્યા છે. જો કોઈ સ્કાયલેબ ન આવે તો આ ત્રણ પૈકી એક મહિલાને મેયર તરીકે પસંદ કરવામાં આવી શકે છે. જોકે ભાજપમાં એવું કહેવાય છે કે, જેનું નામ સૌથી વધુ ચર્ચામાં હોય છે.તેના બદલે કોઈ આશ્ચર્યજનક નામ મેયર તરીકે ભારતીય જનતા પાર્ટી જાહેર કરી શકે છે.