તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • The First Dose Of The Vaccine Will Be Given To 17805 Health Workers Of The Municipality And 12183 Health Workers Of The Private Hospice, The First Health Workers. Then In The Second Round The Frontline Worker Will Be Vaccinated

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટી રાહત:વેક્સિનનો પ્રથમ ડોઝ પાલિકાના 17805 અને ખાનગી હોસ્પિ.ના12183 હેલ્થ કર્મીને મળશે, પ્રથમ હેલ્થ કર્મી. બાદ બીજા રાઉન્ડમાં ફ્રન્ટલાઇન વર્કરને વેક્સિન અપાશે

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 62 સરકારી-1 હજાર ખાનગી જગ્યા પર ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી શરૂ

સરકાર દ્વારા આગામી દિવસોમાં કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવાની હિલચાલ ચાલી રહી છે. આ રસીકરણ અભિયાનમાં સૌ પ્રથમ કોવિડ-19ની કામગીરી સાથે જોડાયેલા હેલ્થકેર વર્કરોને આવરી લેવાના હોઇ સુરત પાલિકાએ કુલ 17805 હેલ્થ વર્કરોની પ્રાથમિક યાદી તૈયાર કરી દીધી છે. આ તમામ 17805 પાલિકાના જ કર્મચારીઓ છે. જ્યારે શહેરની 948 ખાનગી હોસ્પિટલો-કલીનીકોના કુલ 12183 હેલ્થ વર્કરોની પણ યાદી તૈયાર કરી હોવાનું ડેપ્યુટી કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો.આશિષ નાયકે જણાવ્યું હતું.

શહેરમાં 62 જેટલી સરકારી અને 1000 ખાનગી જગ્યાઓ પર ડેટા બેઝ તૈયાર કરાઈ રહ્યો છે. જેમાં નામ, ઉંમર સહિતની તમામ માહિતીઓ ભેગી કરાઈ રહી છે. 17805 માં હેલ્થ વર્કરો સાથે ફ્રન્ટલાઇન વર્કરોનો પણ સમાવેશ થાય છે. સૌ પ્રથમ કોવિડના દર્દીઓ સાથે સીધા સંપર્કમાં આવનારા હેલ્થવર્કરો કે જેમાં ડોકટરો, નર્સો સહિતનાને વેક્સિનનો ડોઝ અપાશે. જ્યારે ફ્રન્ટલાઇન વર્કરો કે જેઓ કન્ટેઇન્મેન્ટ, સર્વેલન્સ સહિતની કોવિડની કામગીરીમાં જોડાયેલા હતા, તેઓને બીજા રાઉન્ડમાં વેક્સિન આપવાનું આયોજન છે. ત્રીજા સ્ટેજમાં 50 વર્ષના કો-મોર્બિડ વ્યક્તિઓ અને બાદમાં સામાન્ય માણસને વેક્સિન અપાશે.

આગામી દિવસમાં પાલિકા હેલ્થ વર્કરો-ફ્રન્ટલાઇન વર્કરોની યાદી રાજ્ય સરકારમાં મોકલશે.પાલિકામાં વર્ગ-1થી વર્ગ-4 મળી કુલ 24 હજાર કર્મચારીઓ ફરજ બજાવે છે. 17805 હેલ્થ વર્કરોની જે યાદી તૈયાર કરવામાં આવી છે, તેમાં સ્મીમેર હોસ્પિટલ, મસ્કતિ હોસ્પિટલ, 52 અર્બન હેલ્થ સેન્ટર, ઝોન સાથે વિવિધ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

નર્સિંગ સ્ટાફ-મેડિકલના વિદ્યાર્થી વેક્સિનેટર બનશે
સુરત: વેક્સિન આવી ગયા બાદ હેલ્થ વર્કર, સેનેટરી ઇન્સ્પેક્ટર, નર્સિંગ સ્ટાફ, મલ્ટીપલ હેલ્થ વર્કર, તેમજ નર્સિંગ અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પણ ટ્રેનિંગ આપી વેક્સિનેટર તરીકે ઉપયોગમાં લેવાની કામગીરી કરવામાં આવનાર છે

વેક્સિનનું તાપમાન જાળવવા વ્યવસ્થા થશે
વેક્સિનનું તાપમાન જળવાઈ રહે એ માટે તમામ સાધનો એકત્રિત કરાઈ રહ્યા છે. આ તમામ સાધનો 24 કલાક ચાલુ રાખી શકાય એ માટે પાવર બેકઅપ માટે જનરેટરની વ્યવસ્થા કરાશે.

સ્કૂલ-હેલ્થ સેન્ટરોમાં રસીના સેન્ટર શરૂ થશે
સ્કૂલ, હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી સેન્ટરની યાદી પણ તૈયાર કરવાનું શરૂ કર્યું છે. વેક્સિન આવે તે પહેલા તમામ ડેટા બેઝ તૈયાર કરી દેવાશે. - ડો.પ્રદિપ ઉમરીગર, આરોગ્ય અધિકારી, પાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો