સુવિધા:પહેલી ડિસે. થી મુંબઇ અને ભાવનગર ફલાઈટ શરૂ થશે

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરત-મુંબઈનું ભાડુ 3500, સુરત-ભાવનગરનું 2500 અને સુરત-બેંગ્લોરનું એરફેર 3500 રહેશે

સ્પાઇસ જેટ એરલાઇન્સ 1 ડિસે.થી મુંબઇ અને ભાવનગર ફ્લાઇટ ઓપરેટ કરશે. જે માટેનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. પહેલી ડિસે.થી સ્પાઇસ જેટ એરલાઇન્સ સુરત-મુંબઇ-સુરતની ડેઇલી ફ્લાઇટ ઓપરેટ કરશે. આ સાથે ભાવનગર-સુરત-ભાવનગરની પણ ઓપરેટ કરશે.

આ ફ્લાઇટ બુધ, ગુરૂ અને શનિ 3 દિવસ ઓપરેટ થશે. સ્પાઇસ જેટ એરલાઇન્સે સુરત-મુંબઇ-સુરતની ફ્લાઇટનું એરફેર રૂ.3500 આસપાસ રાખ્યું છે. એ જ રીતે ભાવનગર-સુરત-ભાવનગરની ફ્લાઇટનું એરફેર રૂ. 2500 આસપાસ રાખ્યું છે. ઇન્ડિગો 6 ડિસે.થી બેંગ્લોર-સુરત-બેંગ્લોરની ફ્લાઇટ ઓપરેટ કરશે. સુરત આ ફ્લાઇટ 10ઃ45 કલાકે આવશે અને 11ઃ15 કલાકે જશે. ભાડુ રૂ. 3500ની આસપાસ રહેશે.

ફ્લાઇટનું ટાઇમ શિડ્યૂલ

પ્રસ્થાનસમયઆગમનસમય
સુરત6:30મુંબઇ7:25
મુંબઇ20ઃ25સુરત21ઃ30
ભાવનગર09ઃ10સુરત10ઃ00
સુરત10ઃ20ભાવનગર11ઃ00
અન્ય સમાચારો પણ છે...