તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:શહેરમાં સા.આફ્રિકા સ્ટ્રેનનો પ્રથમ કેસ, યુકે ચેપના વધુ 2 કેસ મળ્યા

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આફ્રિકાથી પરત આવ્યાં પછી હીરા વેપારીને કોરોના થયો હતો
  • કામરેજના વેપારીની માતા, પત્ની અને દિકરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • વરાછાના બી ઝોનના ઈજનેર દંપતિને લગ્નમાંથી યુકે વાઈરસનો ચેપ લાગ્યો

મંગળવારે યુ.કેના વધુ બે સ્ટ્રેનના પોઝિટિવ કેસ મળ્યાં છે. પાલિકાના એક કાર્યપાલક ઇજનેર અને તેમની પત્નીને યુ.કે. સ્ટ્રેન પોઝિટિવ આવ્યાં હતાં અને એક વ્યક્તિમાંથી પ્રથમ વખત સા.આફ્રિકાનો સ્ટ્રેન મળ્યો છે. અત્યાર સુધીમાં પુને વાયરોલોજીકલ લેબોરેટરીમાં મહાપાલિકાએ કુલ 40 સેમ્પલો મોકલ્યા હતાં તેમાંથી 5 યુકે અને એક આફ્રિકા સ્ટ્રેન એમ કુલ 6 નવા સ્ટ્રેનના પોઝિટિવ કેસો નોંધાઇ ચુક્યા છે.

પાલિકાના આરોગ્ય તંત્રના અધિકારી વર્તુળોનું કહેવું છે કે, જેમ આફ્રિકા સ્ટ્રેન નો કેસ શહેરમાં મળે તેની કોઈ શક્યતા ન હતી તેમ છતાં આફ્રિકા સ્ટ્રેન મળ્યો છે. તો બ્રાઝિલ સ્ટ્રેઇન અંગે પણ કંઇ કહી શકાય તેમ નથી. જેથી કેસ નોંધાઇ પણ શકે!. બ્રાઝિલ સ્ટ્રેન વધુ ઘાતક છે, ખુબજ ઝડપથી ફેલાઈ છે અને તેમાં દર્દી તુરંત ગંભીર બને છે. ફેટાલિટી રેટ પણ ઉંચો રહે છે.

યુ.કે.વાઈરસનો સ્ટ્રેન ઝડપથી ફેલાય છે જ્યારે આફ્રિકાનો વાઈરસ વધુ જીવલેણ
કામરેજમાં રહેતા અને હીરાના વેપારી 41 વર્ષીય યુવકે 9 ફેબ્રુઆરીએ સા. આફ્રિકાના બોટ્સવાના ગયા હતાં. 10મીએ ભારત આવ્યા બાદ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. તેના સંપર્કમાં આવેલી તેની 37 વર્ષીય પત્ની, 58 વર્ષીય માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્ટ્રેનની તપાસ માટે સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. દરમિયાન યુવકના 12 વર્ષીય પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પણ દાખલ કરાયો હતો અને સાજા થતા યુવક અને તેની માતાને રજા પણ આપી હતી.

દરમિયાન મંગળવારે યુવકનો સા.આફ્રિકા સ્ટ્રેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે તેમની માતા અને પત્નીનો સ્ટ્રેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેવી જ રીતે અઠવા ઝોનમાં રહેતા પાલિકાના ઈજનેર અને તેમની પત્ની લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ સંક્રમિત થયા હતાં. સ્ટ્રેનની તપાસ માટે તેમના સેમ્પલ 24મી ફેબ્રુઆરીએ પુણેની લેબમાં મોકલાયા હતાં. બંન્નેનો યુકે સ્ટ્રેનનો પોઝિટિવ આવ્યો છે.

દ.ગુજરાતના કોરોનાના નોડલ ઓફિસર ડો.અશ્વિન વસાવા કહે છે કે ‘યુકે અને આફ્રિકા સ્ટ્રેનમાં શરદી, ખાંસી, તાવ, માથાનો દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલિફ, ઓક્સિજનનું પ્રમાણ ઘટવું જેવા લક્ષણો જોવા મળે છે. યુકે સ્ટ્રેન 70 ગણો વધુ ઝડપથી ફેલાય છે. તે સામાન્ય કરતા વધુ ઘાતક છે.

યુ.કે- સા. આફ્રિકા સ્ટ્રેનના લક્ષણો સરખા
દ.ગુજરાતના કોરોનાના નોડલ ઓફિસર ડો.અશ્વિન વસાવા કહે છે કે ‘યુકે અને આફ્રિકા સ્ટ્રેનમાં શરદી, ખાંસી, તાવ, માથાનો દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલિફ, ઓક્સિજનનું પ્રમાણ ઘટવું જેવા લક્ષણો જોવા મળે છે. યુકે સ્ટ્રેન 70 ગણો વધુ ઝડપથી ફેલાય છે. તે સામાન્ય કરતા વધુ ઘાતક છે.

આફ્રિકા સ્ટ્રેન સાજા થયેલા માટે ઘાતક
સિવિલ હોસ્પિટલના કોરોના નોડલ ઓફિસર અમિત ગામિતે જણાવ્યું હતું કે યુકે સ્ટ્રેઈન વધુ ઝડપથી પ્રસરે છે. જ્યારે આફ્રિકા સ્ટ્રેન કોરોનામાંથી સાજા થયેલા લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. તે ઈમ્યુનિટી નબળી હોય તેવી વ્યક્તિઓ પર ઝડપથી અેટેક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...